Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

સ્કુટી ઉપર આવેલ બે આતંકવાદીઓનો પોલીસ ટીમ ઉપર આત્મઘાતી હુમલોઃ એક આતંકવાદીનું મોતઃ એક ઝડપાયોઃ એક જવાન શહિદ

જમ્મુ, તા. ૫ :. કાશ્મીરમાં પહેલી વખત આઈએસના આતંકવાદીઓએ ભારતીય જવાનો પર હુમલો કરવા માટે સ્કુટીનો ઉપયોગ કર્યો હતો. ત્રણ આતંકવાદીઓ એક સ્કુટી ઉપર બેસીને આવ્યા હતા અને કેન્દ્રીય રીઝર્વ પોલીસ ટીમના જવાનોે ઉપર આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં એક જવાન શહિદ થયા હતા. જ્યારે એક આતંકવાદીનું મોત નિપજ્યુ હતું. જ્યારે એક આતંકવાદીને ઈજાગ્રસ્ત હાલતમાં ઝડપી લેવાયો હતો.

આ હુમલો શ્રીનગર-બારામુલ્લા હાઈવે ઉપર થયો હતો. આ દરમિયાન એક વ્યકિતને ઈજા પણ થઈ હતી. સુરક્ષા કર્મચારીઓ હાઈવે ઉપર વાહનોનું ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. મૃતક આતંકવાદી ઈસ્લામીક સ્ટેટ ઓફ જમ્મુ-કાશ્મીર સંગઠનનો હતો.

(4:47 pm IST)