Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

ઓટો એકસપો-ર૦ર૦માં જોવા મળી મારૂતી સુઝૂકીની પ્રથમ ઇલેકટ્રીક કાર

૭મી તારીખથી નોઇડામાં ઓટો એકસપો લોકો માટે ખુલ્લો મુકાશે

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીની નજીક આવેલ ગ્રેટર નોયડામાં આજે 15મો ઓટો એકેસ્પોની શરૂઆત થઈ છે. ઓટો એકસ્પોમાં પ્રથમ લોન્ચ દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી તરફથી કરવામાં આવી છે. કંપનીએ પોતાની ઈલેકિટ્રક કોન્સેપન્ટ કાર લોન્ચ કરી છે. મારુતિ સુઝુકીએ Futuro E કોન્સેપ્ટ લોન્ચ કરી છે. આ કાર દ્વારા મારુતિ સુઝુકીએ જણાવવાનો પ્રયત્ન કર્યો છે કે તે ભવિષ્યમાં તેની ઈલેકિટ્રક કાર કેવા પ્રકારની હશે.

સામાન્ય લોકો માટે ૭ તારીખે ખુલશે Auto Expo

દેશ-દુનિયાની તમામ ઓટોમોબાઈલ કંપનીઓ આ ઓટો શોમાં ભાગ લઈ રહી છે. આજે અને આવતીકાલે 104 ઓટોમોબાઈલ કંપનીઓ પોતાની પ્રોડકટ લોન્ચ કરશે અને કોન્સેપ્ટ વાહનોને પ્રદર્શિત કરશે. આ ઓટો શો સામાન્ય લોકો માટે 7 તારીખે ખુલશે જે 12 ફેબ્રુઆરી સુધી ખુલ્લો રહેશે. તેનું આયોજન ગ્રેટર નોઇડાના એકસ્પો માર્ટમાં થઈ રહ્યું છે.

ઓટો એકસ્પોની થીમ એકસપ્લોર ધ વર્લ્ડ ઓફ મોબિલિટી

શોનું આયોજન સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યૂફેકચર્સ (સિયામ) અને સીઆઈઆઈ મળીને કરી રહ્યા છે. ઓટો એકસ્પોની થીમ એકસપ્લોર ધ વર્લ્ડ ઓફ મોબિલિટીછે. આ વખેત ઓટો એકસ્પોમાં માત્ર લોન્ચનો જ બોલબાલા નહીં રહે પરંતુ આ વખતે કનેકિટડ કારોથી લઈને ઇલેકિટ્રક વાહનો પણ દબદબો જોવા મળશે.

Auto Expo પર કોરોના વાયરસની અસર

ઓટો એકસ્પો પર પણ કોરોના વાયરસની અસર જોવા મળી રહી છે. ઓટો એકસ્પોના મુખ્ય ગેટ પર જ કોરોના વાયરસને લઈને એડવાઈઝરી લગાવવામાં આવી છે. કોરોના વાયરસને કારણે ચીનથી આવેલ અનેક કંપનીઓના સીનિયર એકઝીકયૂટિવ પોતાની ટ્રિપ કેન્સલ કરી ચૂકયા છે. MG Motor, Great Wall, FAW Haima અને BYD એવી ચીની કંપની છે જે પ્રથમ વખત ઓટો એકસ્પોમાં ભાગ લઈ રહી છે. કેટલાક અહેવાલ અનુસાર લગભગ 200થી વધારે ચાઈનીઝ ડેલિગેટ પોતાની ઓટો એકસ્પો ટ્રીપ કેન્સલ કરી ચૂકયા છે.

(3:42 pm IST)