Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

બીનનિવાસી ભારતીયોને મકાન ખરીદી પર પ્રતિબંધ મુકોઃ હાઈકોર્ટનું સૂચન

બીજા મકાનની ખરીદી પર સ્ટેમ્પ ડયુટી ડબલ કરવા તથા ઈન્વેસ્ટમેન્ટના બહાને કિંમતોમાં થતા કૃત્રિમ ભાવવધારાને કારણે આવી પ્રક્રિયા પર પ્રતિબંધ મુકવાની દરખાસ્ત કરી છે

ચેન્નઈ, તા.૫: ભારતમાં દરેક નાગરિકોને માલીકીનું મકાન મળી શકે તે માટે બીનનિવાસી ભારતીયોમાટે ભારતમાં મકાન ખરીદી પર પ્રતિબંધ મુકવાનું ચેન્નઈ હાઈકોર્ટે સૂચવ્યુ છે. આ સિવાય બીજા મકાનની ખરીદી પર સ્ટેમ્પ ડયુટી ડબલ કરવા તથા ઈન્વેસ્ટમેન્ટના બહાને કિંમતોમાં થતા કૃત્રિમ ભાવવધારાને કારણે આવી પ્રક્રિયા પર પ્રતિબંધ મુકવાની દરખાસ્ત કરી છે.

હાઈકોર્ટ દ્વારા ખુદ કેન્દ્રીય આવાસ તથા નાણા મંત્રાલયને પક્ષકાર બનાવી દેવામાં આવ્યા છે. ભારતમાં કેટલા પરિવારે પાયાની જરૂરિયાત એવા દ્યર ધરાવી રહ્યા છે? ઉપરાંત વસતી સામે મકાનમાં રેશિયો જણાવવા, કેન્દ્રની શ્નઈંક્નદૃઝ્રકત્ન— ફોર ઓલ' યોજના કયારે સિદ્ઘ થશે સહિત શ્રેણીબદ્ઘ સવાલોના જવાબ પણ માંગ્યા છે. ચેન્નઈ હાઈકોર્ટના જસ્ટીસ એન.કિરૂબકરન તથા જસ્ટીસ અબ્દુલ કુદોષની ડીવીઝન બેંચે આશ્ર્ચર્ય વ્યકત કરવા સાથે એવો સવાલ ઉઠાવ્યો હતો મે મકાનની વધતી કિંમતોને કાબુમાં લેવા તથા દરેક ભારતીય પરિવારોને માલીકીના મકાન ઉપલબ્ધ કરાવવા માટે સરકાર કેમ કોઈ નિયંત્રણાત્મક પગલા વિચારતી નથી?

પછાત વર્ગો સહિત આર્થિક નબળા તથા ગરીબ લોકોને મકાન આપવા માટે કેન્દ્ર તથા રાજયની કોઈ ખાસ યોજનાઓ છે કે કેમ તે વિશે રીપોર્ટ આપવાનો આદેશ કરીને હાઈકોર્ટે એક કરતા વધુ મકાન હોઈ તેવા પરિવારોની આંકડાકીય માહિતી પેશ કરવાની સૂચના આપી છે.

દરેક ભારતીય પરિવારોને માલિકીના મકાન ઉપલબ્ધ થઈ ગયા છે? એકથી વધુ મકાન કે પ્લોટની ખરીદી પર સરકાર કેમ કોઈ નિયંત્રણો મુકતી નથી? કોઈ પણ પરિવાર દ્વારા એકથી વધુ મકાન ખરીદવામાં આવે તો સ્ટેમ્પ ડયુટી દર ડબલ કરવા જેવા પગલા કેમ લેવાતા નથી? આવા કદમથી લલોકો બીનજરૂરી ખરીદી ટાળી શકે. માત્ર સ્ટેમ્પ ડયુટી જ નહીં, પ્રોપર્ટી ટેકસ વિજદર, પાણી-ડ્રેનેજ ચાર્જ જેવા કરવેરા પણ ડબલ કરવાની શરતો કેમ લાગુ પાડવામાં આવતી નથી?

ભારતમાં મકાનોની કિંમત દ્યટાડવા માટે બિનનિવાસી ભારતીયોને મકાનની ખરીદી પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કેમ લેવાનો નથી? તે વિશે પણ હાઈકોર્ટે સરકારનો જવાબ માંગ્યો છે. હાઈકોર્ટના સૂચનો-દરખાસ્તા વ્યાજબી ગણાવતા ડીવીઝન બેંચે એમ કહ્યું હતું કે દેશમાં હજારો-લાખો લોકો રસ્તા પર, રેલ્વે પ્લેટફોર્મ પર, મસમોટા સિમેન્ટ પાઈપોની અંદર, ઝુંપડપટ્ટીઓ, જળાશયો-નદીના કાંઠે વસવાટ કરેછે. તેઓ માટે ઉપર આભ અને નીચે ધરતી છે. કોઈપણ પ્રકારની પાયાની સુવિધા કે સુરક્ષા ઉપલબ્ધ નથી.

કેન્દ્ર સરકારે તમામ પરિવારોને આવાસ આપવાનો નીતિવિષયક નિર્ણય લીધો છે ત્યારે તે સિદ્ઘિ લક્ષ્યાંક વ્હેલી તકે હાંસલ થવી જોઈએ. એકથી વધુ મકાન ધરાવવા પર નિયંત્રણો મુકવા જેવા પગલા લેવાવાથી સરકારી યોજના હાંસલ કરવામાં પણ પરિણામ વ્હેલુ મળી શકશે.

કોઈમ્બતુરમાં આવાસ યોજના માટે ૩૬૯ એકર ખાનગી જમીન સંપાદન કરવા સામે સીંગલ જજના આદેશને તામીલનાડુ હાઉસીંગ બોર્ડે પડકાર્યો છે. આ કેસ દરમ્યાન હાઈકોર્ટ દ્વારા ઉકત ટીપ્પણી-સૂચનો કરવામાં આવ્યા હતા.

(3:41 pm IST)