Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

મોદી મેજિક, દિલ્હીમાં પોતાની જાતે જ કરાયેલા સર્વેથી ભાજપ ગેલમાં

નવી દિલ્હી, તા.૫: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ગુરૂવારની સાંજે ચૂંટણી પ્રચાર થોભી જશે. એવામાં ભાજપનું સંપૂર્ણ ફોકસ હવે ચૂંટણી માઇક્રો મેનેજમેન્ટ પર છે. ભાજપના નેતાઓનું માનવું છે કે ગૃહમંત્રી અમિત શાહ અને ત્યારબાદ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની રેલીઓએ જયાં દિલ્હીના ચૂંટણી માહોલને બદલવાનું કામ કર્યું ત્યાં હવે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની રેલીઓ બાદ માહોલ ભાજપના પક્ષમાં બનતો દેખાવા લાગ્યો છે.

આ દાવાની પાછળ પાર્ટીનો એક ઇન્ટરનલ સર્વે છે, જે સોમવારના રોજ ઇસ્ટ દિલ્હીમાં થયેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની રેલીના ઠીક બાદ દિલ્હીના તમામ વિધાનસભા ક્ષેત્રોમાં કરાવ્યો હતો. આ સર્વેના પરિણામોના આધાર પર કહેવામાં આવી રહ્યું છે કે શાહીન બાગ, સર્જીકલ સ્ટ્રાઇક, બાટલા હાઉસ જેવા મુદ્દા પર મોદીએ જે રીતે ખુલીના પોતાની વાત સામે મૂકી છે તેની લોકો પર ખૂબ અસર પડતી દેખાય રહી છે.

ભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોદીની રેલી પહેલાં જેટલા પણ સર્વે કરાયા હતા તેમાં ભાજપ દિલ્હીમાં આપને ટક્કર આપતા તો દેખાઇ રહ્યા હતા, પરંતુ પરિણામ આપના જ પક્ષમાં ઝૂકતા દેખાઇ રહ્યા હતા, પરંતુ પહેલાં યોગી આદિત્યનાથ અને પછી મોદીની રેલીઓ બાદથી મુકાબલો કાંટાનો થઇ ગયો છે અને પરિણામ હવે ભાજપના પક્ષમાં ઝૂકતા દેખાવા લાગ્યા છે. સૌથી ખાસ વાત એ છે કે સર્વેમાં કેટલીય સીટો પર કોંગ્રેસ બાજી મારતું દેખાઇ રહ્યું છે.

સૂત્રોએ કહ્યું કે સોમવારના રોજ મોડી સાંજે કરાયેલા સર્વેમાં ભાજપને જયાં ૨૭ સીટ મળતી દેખાય છે ત્યાં આપને ૨૬ અને કોંગ્રેસને ૮ થી ૯ સીટો મળતી દેખાય રહી છે. જયારે બાકીની સીટો પર મુકાબલો ખૂજ જ કાંટેની ટક્કર જેવો દેખાય છે અને પરિણામ કોઇની પણ પક્ષમાં જઇ શકે છે.

પાર્ટી નેતાઓના મતે આ સર્વે સોમવારના રોજ રેલી બાદનો છે જયારે મોદીએ મંગળવાર સાંજે પણ વેસ્ટ દિલ્હીના દ્વારકા વિસ્તારમાં પણ કરી અને મોટી ચૂંટણી રેલીને સંબોધિત કરી છે. એવામાં આ રેલી બાદ માહોલ વધુ બદલાવાની સંભાવના છે. ખાસ કરીને વેસ્ટ દિલ્હીના ગ્રામીણ વિસ્તારોમાં ભાજપની સ્થિતિ વધુ સુધરવાની શકયતા છે.

(3:37 pm IST)