Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

કોરોના કટોકટીઃ ભારતમાં એન્ટીબાયોટીક-ડાયાબીટીક દવાઓના અછતનો ભય

નવી દિલ્હી, તા.પઃ ચીનના કોરોના વાયરસના કારણે એક તરફ મેડીસીન અને સારવારમાં યુદ્ઘના ધોરણે કામગીરી થાય છે પણ ભારતમાં હજું કોરોનાના સતાવાર કેસ નોંધાયા નથી પણ દેશમાં એન્ટીબાયોટીક અને વિટામીનની ઉપરાંત ડાયાબીટીકની અછત થાય તેવા સંકેત છે.

આ તમામ દવાઓના ઉત્પાદન માટેનો ફાર્મા- કાચો માલ ચીનથી જ આયાત કરવામાં આવે છે. જેમાં ભારત લગભગ ૮૦્રુ ચીન પર નિર્ભર છે અને તે ભારતની ડ્રગ નિર્માણ કંપનીઓ ઉપયોગમાં લે છે. કોરોના વાઈરસના કારણે હાલ ચીનમાં વાયરસના ભયથી આ ઉત્પાદનોને બ્રેક લાગી છે અને ભારતની ડ્રગ ફેકટરીઓ પાસે કાચો માલનો સ્ટોક પણ ખુટશે પછી તેઓને નવા શીપમેન્ટની રાહ છે જેનો ઓર્ડર અગાઉ પણ આપી દેવાયો છે. વાસ્તવમાં આ દવાઓની અછતના ભયે અનેક એન્ટીબાયોટીક અને ડાયાબીટીક દવાઓના ભાવ પણ વધવા લાગ્યા છે અને એક સપ્તાહમાં જ જો નવા કનટેનર્સ ન પહોંચે તો આ દવાઓના ઉત્પાદનને મોટી અસર થવાનો ભય છે.

(3:37 pm IST)