Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

નવા - જુના કર માળખામાં આવવા જવાનો વિકલ્પ દર વર્ષે મૂકાશે

સીબીડીટીના ચેરમેનનો મહત્વનો ખુલાસો : સરકારના મતે ૮૦ ટકા કરદાતાઓ ફલેટ રહેવાનું માળખું પસંદ કરશે

નવી દિલ્હી તા. ૫ : સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ (સીબીડીટી)નાં ચેરમેન પીસી મોદીએ મહત્વનો ખુલાસો કરતાં જણાવ્યું છે કે, કરદાતાઓ હાલના આવકવેરા માળખા અને બજેટમાં ચૂકવાયેલાં એકઝેમશન વગરના ઓછા સ્લેબવાળા માળખામાંથી ગમે તે પસંદ કરી શકશે, અને એટલું જ નહીં દર વર્ષે ઇચ્છે તો બદલી શકે છે. જો કે ધંધાર્થીઓને આ વિકલ્પ નહીં મળે.

તેમણે જણાવ્યું હતું કે તમને લાગે કે નવી સ્કીમ પસંદ કરવા જેવી છે તો તમે એઅપનાવી શકો. જૂની સિસ્ટમ વધુ સારી લાગતી હોયતો તમે એ ચાલુ રાખી શકો. વળી, હિયરીંગનો વિકલ્પ દર વર્ષે ફરતો રહેશે અને આ રસપ્રદ બાબત છે. મને લાગે છે કે આ વર્ષમાં મારે કેટલીક કપાત લેવી છે અને જૂનું માળખું એ કારણે સારું છે તો હું એ પસંદ કરી શકું.નવું માળખુ મને સારા દર આપતું હોય તો હું એ પસંદ કરી શકું. એકમાત્ર નિયંત્રણ બિઝનેસ ધરાવતી વ્યકિત છે. દરમિયાન, ડેટા વિશ્લેષણમાં જણાયું છે કે મોટી સંખ્યામાં એસેસીઝ કરદાતા) હાઉસીંગ રેન્ટ એસાઉન્ટ (એચઆરએ) અથવા રોકાણ માટે અન્ય ડિડકશન (કપાત)નો લાભ લેતા નથી એ જોતાં સરકાર માને છે કે ૮૦ ટકા કરદાતા તથા ફલેટ રહેવાનું માળખું પસંદ કરશે.

ગત વર્ષે રિટર્ન ફાઈલ કરનારા ૫.૮ કરોડ કરદાતામાંથી ૫૫.૪ લાખએ કલેમ કર્યું હતું. જે બેલના ૯.૫ ટકા છે. એ સાથે ૪૩ લાખ એસેસીઝનું એચઆરએ ૩.૧ લાખથી નીચું હતું. ૪૨,૦૦૦એ જણાવ્યું હતું કે તેમનું વાર્ષિક ઘરભાડા ભથ્થુ, ૪ લાખથી વધુ અથવા મહિને ૩૩,૫૦૦થી વધુ છે.

ઉલ્લેખનીય છે કે બજેટમાં સૂચવાયેલા નવા માળખામાં એરઆરએ અને એસટીએ જેવા ભથ્થા આવામાં ઉમેરવામાં આવશે ને એના પર ટેકસ લાગશે. હાલમાં ાવા એલાઉન્સની કરપાત્ર આવકની ગણતરીમાં લેવામાં આવતી નથી. વળી, હોમલોન માટે પણ ડિડકશનની જોગવાઈ છે.

સરકારે જણાવ્યું છે કે, કરદાતાઓએ ગણતરી કરી નક્કી કરવાનું છે કે તેમણે નવી પધ્ધતિ તરફ જવું છે કે હાલની વ્યવસ્થાને વળગી રહેવું છે. કેન્દ્ર સરકારે જણાવ્યું ચે કે ૪૮ લાખ અથવા ૯ ટકા કરદાતાઓએ પ્રોવિડંડ ફંડ, જીવન અને મેડિકલ ઇન્સ્યુરન્સમાં રોકાણ કરી બે લાખનું ડિડકશન મેળવ્યું હતું. માત્ર ૩.૮ લાખ કરદાતાઓએ ૪ લાખથી વધુનું એકઝેમ્શન લીધું હતું. ટેકસ વિભાગનાં અધિકારીઓ માને છે કે ૮૦ ટકા કરદાતાઓ નવા માલખા તરફ જશે. અધિકારીઓનાં જણાવ્યા મુજબ મોટી સંખ્યામાં કરદાતાઓ તમામ એકઝેમન્સન લેવાની સ્થિતિમાં નથી.

દરમિયાન, મહેસુલ સચિવ અજય ભૂષણ પાંડેયએ જણાવ્યું છે કે નવા ટેકસ માળખાથી સ્ક્રૂટિની ઓછી થશે. કરદાતાઓ માટે પેપરવર્ક ઓછું થશે. સામાન્ય રીતે કરદાતાને રોકાણના દસ્તાવેજો આપવા જણાવાય છે અને મોટી રકમનો ખર્ચ આવકવેરા વિભાગની સ્ક્રૂટિનીમાં જાય છે. વર્ષ દરમિયાન સ્ક્રૂટિનીમાં જતા કેસોની સંખ્યા ઘટતી રહી છે. અને નવા માળખાથી એ વધુ ઘટશે. ૫.૧૮ કરોડ રિટર્ન ફાઈલ કરનારાઓમાંથી માત્ર ૧.૪૦ કરોડ ટેકસ ચૂકવે છે.

(3:35 pm IST)