Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

ગૂગલ સર્ચ લઈ આવશે નવું ફીચર: રિચાર્જ કરાવવા હવે નહીં ખાવા પડે દુકાનોના ધક્કા

એન્ડ્રોઇડ ફોન પર પ્રીપેડ મોબાઇલ પ્લાન સર્ચ અને કંપેર પણ થઇ શકશે

ગૂગલ દ્વારા એન્ડ્રોઇડ ફોન યૂઝર્સ માટે એક ખાસ ભેટની તૈયારી કરવામાં આવી છે. નવા ફીચર અનુસાર પ્રીપેડ સિમ કાર્ડ યૂઝર્સ હવે ગૂગલ સર્ચ દ્વારા મોબાઇલ રિચાર્જ કરી શકે છે. તેની સાથે જ યૂઝર્સ તેમના એન્ડ્રોઇડ ફોન પર પ્રીપેડ મોબાઇલ પ્લાન સર્ચ અને કંપેર પણ કરી સકશે.

ગૂગલના આ ફીચરમાં એરટેલ, વોડાફોન-આઈડિયા, બીએસએનએલ અને રિલાયંસ જિયોના પ્રીપેડ પ્લાનનો સમાવેશ છે. આ ફીચર અત્યારે માત્ર એન્ડ્રોઇડના સાઇન્ડ-ઈન યૂઝર્સ માટે જ અવેલેબલ છે.એટલું જ નહીં યૂઝર ગૂગલ સર્ચ દ્વારા કોઇ બીજા મોબાઇલ નંબર પર પણ રિચાર્જ કરી શકે છે

એન્ડ્રોઇડ યૂઝર્સને ગૂગલ દ્વારા રિચાર્જ કરવા માટે ફોનમાં Sim Recharge, Prepaid Mobile Recharge કે Recharge સંકળાયેલા કીવર્ડ ટાઇપ કરી સર્ચ કરવાનું રહેશે. સર્ચ રિઝલ્ટમાં તમને Mobile recharge Section જોવા મળશે. અહીં તમારે તમારો મોબાઇલ નંબર, ઓપરેટાર અને રીઝન જેવાં ઓપ્શનમાં માહિતી ભરવાની રહેશે. ત્યારબાદ બ્રાઉઝ પ્લાન્સ પર જઈને પ્લાન પસંદ કરવાનો રહેશે. અહીં તમને રિચાર્જ પ્લાનની વેલિડીટી સહિતની બધી જ માહિતી મળી રહેશે. પ્લાન સિલેક્ટ કર્યા બાદ પેમેન્ટ કરવાનું રહેશે.

(1:20 pm IST)