Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

કોરોનાના કહેરથી વૈશ્વિક કારોબાર પર માઠી અસર

ચીન સાથે જોડાયેલી ૨૫ હજાર ફલાઇટો રદ્દ : મહામારીના કારણે ૦.૨ થી ૦.૪ ટકા વિકાસ દર ઘટવાનો અંદાજ

બીજિંગ તા. ૫ : વિશ્વની બે નંબરની અર્થવ્યવસ્થા ચીનમાં કોરોના વાયરસના કહેરની અસર હવે વૈશ્વિક કારોબાર પર જોવા મળી છે. અંદાજ એ વાતથી લગાવી શકાય કે વિમાન ક્ષેત્રની કંપનીઓ ચીન સાથે જોડાયેલી ૨૫ હજાર ફલાઇટો હવે રદ્દ કરી ચૂકી છે. બાર્કલે એન્ડ મોર્ગન સ્ટેનલીના જણાવ્યા મુજબ આ મહામારીના કારણે વૈશ્વિક વિકાસદર ૦.૨ થી ૦.૪ ટકાનો ઘટાડો થયો છે. અર્થવ્યવસ્થાને અસર કરનારા આંકડા આ મુજબ છે.

૩૦ ટકા વિદેશી પર્યટકોની સંખ્યા થાઇલેન્ડ સહિત અન્ય એશિયાઇ દેશોમાં ચીનના પ્રતિબંધ બાદ થયો ઘટાડો, ૧ ટકા ઘટીને ચીનના વિકાસ દરનું ૫.૨ ટકા રહેવાનો અંદાજ છે. ૧૬.૩ ટકા વૈશ્વિક ગતિવિધિઓ એકલા ચીન પર નિર્ભર છે. ૭૦ ટકાથી ઘટીને ૫૬ અમેરિકી ડોલર થયેલા કાચા તેલની કિંમત ચીની માંગમાં ઘટાડાના કારણે ૨ સપ્તાહ માટે મકાઉમાં આવેલ કેસીનો બંધ કરવાથી વિદેશી કારોબારી નારાજ થયા છે. ૪૦ ટકા મિંકનું પાલન એકલા કરનાર એક ડેનિશ સંઘે ૨૦ લાખ ખાલની નિલામી ટાળી તેમજ આ ઉપરાંત ગેમિંગ અને મોબાઇલ ઉદ્યોગ પણ પ્રભાવિત થયો છે. ચીની સરકારે ચેપને રોકવા નવા લૂનર વર્ષની રજાઓ વધારવામાં આવી. ચીનમાં હજારોની સંખ્યામાં રેસ્ટોરન્ટ અને સિનેમા હોલ બંધ થવાથી પણ નુકસાન થયું છે.

ચીને કોરોના વાયરસના કેન્દ્રના વુહાન શહેરને કિલ્લામાં ફેરવી દીધો છે. ત્યાં પહોંચવાના દરેક માર્ગોને બંધ કરી દેવામાં આવ્યા છે. તેના કારણે વિનિર્માણ ઉદ્યોગના ગઢ વુહાનમાં ૧.૧ કરોડ લોકો ફસાયેલા છે. આ કિલ્લાબંધીના કારણે લિકવિડ ક્રિસ્ટલ, પ્રકાશ ઉત્સર્જક ડાયોડ સહિતના ઉદ્યોગને અસર થઇ છે.

(12:58 pm IST)