Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

ચાલુ ટીવી ડિબેટ -શો દરમિયાન આપ-ભાજપ નેતા બાખડયા

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં હાલ વિધાનસભા ચૂંટણીના લીધે રાજકીય ગરમાવો વધ્યો છેે. દરેક  પક્ષો પોતાના પ્રચાર-પ્રસાર માટે એડી ચોટીનું જોર લગાવી રહયા છે. તેવામાં એક ટીવી ડીબેટ શોમાં આપ અને ભાજપના નેતાઓ વચ્ચે હાથો-હાથની જામી પડી હતી. ડીબેટ દરમિયાન ચૂંટણી ચર્ચામાં આપ નેતા ધનેન્દ્ર ભારદ્વાજને ભાજપના પ્રવકતા રાહુલ ત્રિવેદી વારંવાર ટોકી રહયા હતા. બોલતા રોકી રહયા હતા જેથી આપ નેતા ભારદ્વાજે ભાજપ પ્રવકતાને ચાલુ શો એ ઘકકો મારતા એન્કર સહિતના  દર્શકો સ્તબ્ધ થઇ ગયા હતા. જો કે થોડીવાર પછી બધા રાજકીય અગ્રણીઓને સમજાવીને ફરી શોમાં લાવવામાં આવેલ.

(11:30 am IST)