Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

કેસ બંધ કરતા પહેલા પીડીતને સાંભળવા જરૂરીઃ સુપ્રીમ કોર્ટ

પીડીતને વાંધા અરજી રજૂ કરવાનો સંપૂર્ણ અધિકાર

નવી દિલ્હી તા.૫: સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં કહ્યુ છે કે કોઇ ગુનાહીત કેસ ને બંધ કરવાનો પોલિસ રિપોર્ટ સ્વિકાર કરતા પહેલા પીડિતને નોટીસ આપવી જરૂરી છે. મેજીસ્ટ્રેટ દ્વારા જો તેને નોટીસ ન અપાઇ હોય તો તેને વાંધા અરજી દાખલ કરવાનો પુર્ણ અધિકાર છે.

જસ્ટીસ એમ એમ શાંતનાગૌડર અને આરએસ રેડ્ડીની બેંચે કહ્યુ કે અમને હાઇકોર્ટના એ આદેશમાં કંઇ ખોટુ નથી જણાતુ જેમા હાઇકોર્ટે મેજીસ્ટ્રેટને આદેશ આપ્યો છે કે તે વાંધા અરજીની સુનાવણી કરે કોર્ટે કહ્યુ કે અમે સ્પષ્ટતા કરીએ છીએ કે સંબંધિત મેજીસ્ટ્રેટ વાંધા અરજી પર અરજદારને પણ સાંભળશે અને નિર્ણય લેશે કે સમન્સ આપવામાં આવે કે નહિ.

કોર્ટે કહ્યુ કે પોલિસ જ્યારે મેજીસ્ટ્રેટ સમક્ષ અંતિમ રિપોર્ટ રજૂ કરે છે ત્યારે મેજીસ્ટ્રેટ તેમા થયેલા અપરાધની નોંધ લે છે અથવા સાબિતિઓના અભાવે કાર્યવાહી પુરી કરે છે. એવી પરિસ્થિતીમાં તે પીડીત અથવા ફરિયાદ કરનારને નોટીસ મોકલશે.

કેસની વિગત જોઇએ તો મદ્રાસના એક કેસમાં પોલીસે ગુનાની  જાણ થતા તપાસ કરી હતી.  તેમાં પોલિસને કોઇ સાબિતીઓ ન મળતા પોલિસે મેજીસ્ટ્રેટ સમક્ષ અંતિમ રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટ સ્વિકારતી વખતે મેજીસ્ટ્રેટે ફરિયાદીને નહોતો બોલાવ્યો. એટલે આની સામે તે હાઇકોર્ટમાં ગયો. હાઇકોર્ટે મેજીસ્ટ્રેટને આદેશ આપ્યો હતો કે તે ફરિયાદીની વા઼ધા અરજી પર સુનાવણી કરે.

(11:11 am IST)