Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

પાકિસ્તાનમાં મોંઘવારી આસમાને ખાંડનાં ભાવ વધીને ૮૫ રૂપિયે કિલો

તમામ ચીજો મોંઘી થયા બાદ હાલનાં દિવસોમાં લોટની કિંમતો પણ સાતમાં આસમાને પહોચી છે

ઇસ્લામાબાદ, તા.પઃ પાકિસ્તાનમાં મોંદ્યવારી બેકાબુ બની છે, દેશમાં હવે મોંદ્યવારીની ઝપેટમાં ખાંડ પણ આવી છે, દેશમાં એક કિલો ખાંડ ૮૫ રૂપિયા સુંધી વેચાય છે, અહીં ૫૦ કિલોની બોરીની કિંમત ૪ બજાર રૂપિયા છે,

પાકિસ્તાની મિડિયામાં પ્રકાશિત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તમામ ચીજો મોંદ્યી થયા બાદ હાલનાં દિવસોમાં લોટની કિંમતો પણ સાતમાં આસમાને પહોચી છે.

લોકો જયાં આ ધક્કો સહન કરે ત્યાં તો રોજીંદી ચીજો,ખાદ્ય ચીજો તથા જીવન જરૂરીયાતની ચીજો પણ લોકોની પહોંચથી દુર થઇ થઇ રહી છે, આખા દેશમાં ખાંડનાં ભાંવ પર નિયંત્રણ મેળવવાનાં સરકાર દ્વારા કોઇ પ્રયાસો થતા જોવા મળતા નથી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લાહોરમાં સામાન્ય કવોલિટીની ખાંડ પણ ૮૫ રૂપિયા કિલો વેચાય છે. મોંદ્યી ખાંડથી કરાચી અને દેશનાં અન્ય શહેરો પણ પિડાય છે.

દેશમાં કયાંય પણ ખાંડની કિંમત ૭૦ રૂપિયાથી ઓછી નથી, લોકો સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે તે તાત્કાલીક ખાંડની કિંમત પર નિયંત્રણ મેળવે.

રિપોર્ટમાં જણાવવામાં પાકિસ્તાની લોકો દોઢ કરોડ કિલો ખાંડ પ્રતિદિન ખાય છે. અને આ હિસાબથી જોઇએ તો આ સમયે નફાખોર પ્રતિદિન ૧૫ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી રહ્યા છે.

પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટેસ્ટિકસ (PBS)એ પોતાની રિપોર્ટમાં જણાવ્યું છે કે ડિસેમ્બર ૨૦૧૯માં મોંદ્યવારીની દર ૧૨.૬ ટકા હતી, પીબીએસનાં આંકડાંથી એ સ્પષ્ટ થાય છે કે ખાદ્ય ચીજોનાં ભાવમાં અસહ્ય વૃધ્ધીનાં કારણે મોંદ્યવારી વધું વધી છે, ખાસ કરીને દ્યઉં, ખાંડ,ગોળ, અને ખાદ્ય તેલનાં ભાવમાં વધારાએ ગ્રાફને ઉપર કરી દિધો છે.

પીબીએસએ આ ચોંકાવનારા તથ્યનો પણ ખુલાસો કર્યો છે, કે રોજીંદી ચીજો, ખાસ કરીને ફળો અને શાકભાજીઓ શહેરોની તુલનામાં ગ્રામીણ વિસ્તારોમાં વધું મોંદ્યી છે, આ પ્રકારે ગ્રામીણ વિસ્તારોમાં રસોઇ ગેસ સિલેન્ડર પણ વર્ષ ૨૦૧૩ બાદનાં સર્વોચ્ચ સ્તરે પહોંચી છે.

(10:36 am IST)