Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

પોલીસનો દાવો ખોટો :કપિલે ક્યારેય AAP જોઈન કર્યું જ નથી : કપિલના પિતા-ભાઈની કરી સ્પષ્ટતા

પાર્ટીના નેતા આવ્યા અને અમે તેમનું સમ્માન કર્યું. પરંતુ અમે કોઇ પાર્ટી સાથે નથી જોડાયા.

નવી દિલ્હી : દિલ્હીના શાહીન બાગમાં ફાયરિંગ કરનારા કપિલ ગુર્જરના આપના નેતાઓ સાથેના ફોટા સામે આવ્યા બાદ તેના પરિવારજનોએ કપિલ આપનો સભ્ય હોવાની વાતને નકારી છે. કપિલ ગુર્જરના પિતા અને ભાઇનું કહેવું છે કે કપિલે ક્યારેય આમ આદમી પાર્ટી જોઇન નથી કરી. મીડિયામાં જે ખબર પોલીસના માધ્યમથી ચાલી રહી છે તે સદંતર ખોટી છે. જો કોઇ તમારી પાસે આવશે તો તમે તેનું સમ્માન કરશો. આવું જ અમારી સાથે થયું.

આમ આદમી પાર્ટીના નેતા આવ્યા અને અમે તેમનું સમ્માન કર્યું. પરંતુ અમે કોઇ પાર્ટી સાથે નથી જોડાયા. દિલ્હી પોલીસે દાવો કર્યો હતો કે કપિલે જણાવ્યું છે કે તેમણે અને તેમના પિતાએ 2019ના પ્રારંભના મહિનામાં આપનું સભ્યપદ મેળવ્યું હતું. જો કે કપિલના કાકા ફતેહસિંહે જણાવ્યું કે મને નથી ખબર આ તસવીર ક્યાંથી આવી.

 

મારા ભત્રીજાના કોઇ રાજકીય પક્ષ સાથે સંબંધ નથી. કપિલાના પિતા 2008માં બસપાની ટિકીટ પર નગર નિગમની ચૂંટણી લડી હતી પરંતુ હારી ગયા હતા. ત્યાર બાદથી અમારા પરિવારના કોઇ પણ સભ્યનો કોઇ પણ રાજકીય પક્ષ સાથે સંબંધ નથી.

(10:35 am IST)