Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

ટેકસ બચાવવા માટે બનાવટી બિલ, બોગસ એન્ટ્રી બદલ કંપનીઓને તગડો દંડ ફટકારાશે

ટેકસ ઉપરાંત ઈનવોઇસના કુલ મૂલ્ય જેટલી પેનલ્ટી થશે

મુંબઇ તા.૫: ટેકસ બચાવવા માટે ઘણી કંપનીઓ સામાન્ય છેતરપિંડી આચરતા હોય છે પરંતુ હવે તેના માટે ભારે કિંમત ચૂકવવાની તૈયારી રાખવી પડશે. ઓછો નફો દર્શાવવા માટે બનાવટી બિલ આપવા, ટેકસ બચાવવા માટે કૃત્રિમ ખર્ચ દેખાડવા સહિતની છેતરપિંડી માટે નવા નાણાકીય વર્ષષી આકરો દંડ કરવામાં આવશે. કોઈ કંપની તેના હિસાબમાં ખોટી એન્ટ્રી કરતાં પકડાશે તો તેણે ટેકસ તો ચૂકવવો જ પડશે, આ ઉપરાંત ઈનવોઇસના કુલ મૂલ્ય જેટલી પેનલ્ટી પણ ભરવી પડશે. ટેકસ અને ફોરેન્સિક કન્સલ્ટન્સી ચોકસી એન્ડ ચોકસી, એલએલપીના પાર્ટનર પ્રિયાંક ધિયાએ જણાવ્યું કે, આવી બનાવટી એન્ટ્રીના કુલ મૂલ્યના ૧૦૦ ટકા જેટલી પેનલ્ટી કરવામાં આવશે. અગાઉ માત્ર ટેકસ ચોરીના પ્રમાણમાં દંડ થતો હતો. હવે નવા કાયદામાં બોગસ ખરીદી, બોગસ કેપિટલ ગેઇન અને બનાવટી ખર્ચને નિશાન બનાવવામાં આવશે.

અગાઉ કોઈ કંપની રૂ.૧૦ કરોડની બનાવટી એન્ટ્રી કરે તો તેણે પર ટેકસ અને પેનલ્ટી એન્ટ્રી બદ બદલ કંપનીઓને  તગડો દંડ ફટકારાશે સહિત છથી આઠ કરોડ રૂપિયાની ચુકવણી કરવી પડતી હતી પરતુ હવે તેણે ૧૦ કરોડની પેનલ્ટી સહિત રૂ.૧૪ કરોડ ચૂકવવા પડશે.

ઘણી વખત આવી એન્ટ્રીમાં બોનાફાઇડ ખરીદી અને વેન્ડરને રેગ્યુલર પેમેન્ટ દર્શાવવામાં આવે છે પરતુ આ કામ ટેકસ ચોરી માટે નહીં પરતુ કેશ મેળવવા માટે થતું હોય છે. આવા ટ્રાઝેકશનમાં કંપની એક વેન્ડરને ચેક દ્વારા  ચુકવણી કરે છે જેમાં એવી સમજૂતી કરવામાં આવેલી હોય છે કે વેન્ડર અમુક સર્વિસ ચાર્જ બાદ કરીને તેને રોકડમાં પરત આપશે. - સિનિયર ટેકસ પ્રેકિટશનર ટી પી ઓસ્તવાલે જણાવ્યું કે, બોગસ એન્ટ્રી પર ઊંચી પેનલ્ટી લાદવાના કાયદામાં કંઈ ખોટું નથી. આવી પ્રેકિટસને અટકાવવી જોઈએ. જોકે, વેન્ડર જીએસટી રિટર્ન ફાઇલ કરવામાં ડિફોલ્ટ થાય તો પણ  દંડ થવાની શકયતા રહે છે.

(11:10 am IST)