Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

માઉન્ટ આબુના વિશ્વના એકમાત્ર સર્વેશ્વર રઘુનાથ રામમંદિરમાં ગાદીપતિને લઈને વિવાદ : 8મીએ મહત્વની મિટિંગ બોલાવી

મામલો રાજસ્થાન દેવસ્થાન વિભાગ આયુક્ત ન્યાયાલય જોધપુરમાં પહોંચ્યો

રાજસ્થાનના માઉન્ટ આબુમાં આવેલા દુનિયાના એકમાત્ર સર્વેશ્વર રઘુનાથ રામમંદિરમાં ગાદીપતિને લઈ વિવાદ થયો છે. આ પ્રસિદ્ધ મંદિરમાં ગાદીપતિને લઇ વિવાદ થતા મામલો રાજસ્થાન દેવસ્થાન વિભાગ આયુક્ત ન્યાયાલય જોધપુરમાં પહોંચ્યો છે

તીલકધારી અને બિંદુધારી સાધુઓ તથા અખાડાના પ્રશ્ને મામલો બિચકતા ટ્રસ્ટીઓ પણ વિમાસણમાં મુકાયા છે. સર્વેશ્વર રઘુનાથ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આઠમી ફેબ્રુઆરીએ મિટિંગ બોલાવશે. જે બાદ મામલો આગળ ધપાવવામાં આવશે. માઉન્ટ આબુના રામમંદિર અતિપ્રાચીન અને ત્રેતાયુગમાં સ્થાપિત કરાયા હોવાનું જાણવા મળ્યું છે.

(12:10 am IST)