Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

સીએએ વિરૂદ્ધ શાહીનબાગમાં પ્રદર્શન ચાલુઃ મંચથી ભાષણ આપવા માટે હવે ભરવું પડશે ફોર્મઃ જાણો શરતો વિશે

           સીએએ અને એનઆરસી વિરૂદ્ધ દેશભરમાં પ્રદર્શન ચાલુ છે. એક તરફ આના સમર્થનમાં ઘણા બીજેપી નેતા વિવાદીત નિવેદન આપી રહ્યા છે તો બીજી તરફ સીએએ વિરૂદ્ધમાં ઘણું બધુ સામે આવ્યું છેઆવામાં શાહીનબાગમા શાહીનબાગના પ્રદર્શનકારીઓએ મંચથી ભાષણ આપવા માટે એક શપથપત્ર જારી કર્યુ, જેમાં વકતાઓએ ભર્યા પછી મંચ પર જવાની પરવાનગી છે. નિર્ણયની પાછળ પ્રદર્શનમાં લગાતાર થઇ રહેલ ભડકાઉ ભાષણોને રોકવાનું છે.

            શાહીનબાગમાં ભાષણ આપવા માટે ઘણી બધી શરતો અને નિયમોમાંથી પસાર થવું પડે છેઆના પર હસ્તાક્ષર કર્યા પછી   સ્પીકર પોતાની સ્પીચ સ્ટેજથી આપી શકશે. પ્રદર્શનનું આયોજન કરનારએ એક શપથપત્ર જારી કર્યુ છે જેમાં ૧૦ થી ઉપર ભણેલા વકતા સીએએ - એનઆરસી વિરુદ્ધ પોતાની વાત કરી શકે છે.

            શરતેા મુજબ કોઇપણ સ્પીચ બંધારણ વિરોધી હોવી જોઇએ. કોઇપણ રાજયને અલગ કરવા અંગે કોઇ ભાષણ થઇ શકશે નહી. એક શરત પણ છે કે જો કોઇ ભાષણ પર પ્રશાસન કોઇ વૈધાનિક કાર્યવાહી કરે તો એના વિરૂદ્ધ ભાષણ આપનાર ખૂદ જવાબદાર છે. ઉપરાંત જાતિ, ધર્મ, સંપ્રદાય સંબંધીત ભડકાવ ભાષણ જેનાથી કોઇપણ ધર્મની ધાર્મિક ભાવનાઓ પર ભાષણ દેવું પ્રતિબંધિત છે.

            દેશના કોઇપણ  મહાપુરુષો, ક્રાંતિકારીઓ અને સરકાર વિવાદીત ભાષણ આપવું પ્રતિબંધિત છે. શપથપત્ર મુજબ ફકત સીએએ, એનઆરસી, એનપીઆર, બેરોજગારી, ગરીબી,મોંઘવારી, મહિલાઓ પર વધતા અપરાધો ઉપરાંત કોઇપણ વિષય પર ભાષણ આપવું પ્રતિબંધિત છે. કોઇપણ રાજનીતિક પાર્ટીના ચૂંટણી પ્રચારથી સંબંધિત નિવેદન આપવું પ્રતિબંધીત છે.

(12:00 am IST)