Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

ફલાઇટમાં મહિલાને થઇ પ્રસવ પીડાઃ કેબિન ક્રુએ કરાવી ડિલીવરી

            થાઇલેન્ડની એક મહિલાએ દોહાથી બેંકોક જઇ રહેલ વિમાનમા઼ એક  બાળકને જન્મ આપ્યો, જે પછી દોહાથી બેંકોક થઇ રહી ફલાઇટની કોલકતામાં ઇમરજન્સી લેન્ડીંગ કરાવાઇ. મહિલાને કતાર એરવેજના કેબિન ક્રુની મદદથી બાળકને જન્મ આપ્યો. કોલકતામાં લેડિંગ કરાવ્યા પછી મહિલા અને બાળકને એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે માતા-પુત્રની હાલત સ્થિર છે.

            કોલકતા એરપોર્ટના અધિકારીઓએ બતાવ્યું કે સવારના વાગે અને મિનિટ પર દોહાથી બેંકોક જઇ રહેલ વિમાન કયુઆર-૮૩૦ ની અનિર્ધારિત લેન્ડીંગ કરાવાઇ. લેન્ડીંગ  મેડિકલ ગ્રાઉન્ડ પર કરાવાઇ હતીકતાર એરવેઝના પાયલોટએ મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવાની વાત કરી હતી. લેન્ડીંગ સમયે ડોકટરોની ટીમ હાજર હતી.

(8:56 am IST)