Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

શાહીન બાગમાં ફાયરિંગ કરનાર વ્યક્તિ આમ આદમી પાર્ટીનો સભ્ય: પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો

સાહીન બાદ પાસે હવામાં ફાયરિંગ કરનાર કપિલ ગુર્જરની AAP નેતા સાથે તસવીર સામે આવી : ભાજપનો પ્રહાર ચાલુ

 

નવી દિલ્હી : દિલ્હીના શાહીન બાગમાં થયેલી ફાયરિંગ મામલામાં દિલ્હી પોલીસે મોટો ખુલાસો કરવાનો દાવો કર્યો છે. પોલીસ અનુસાર આરોપી કપિલ ગુર્જર આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે. તથા આમ આદમી પાર્ટીના પિતા ગજે સિંહ પણ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે

   દિલ્હી પોલીસે જણાવ્યું કે, કપિલે ખુદ એસઆઇટીની પૂછપરછમાં વાત બતાવી છે. કપિલે જણાવ્યું કે, તેણે અને તેના પિતાએ વર્ષ 2019ના શરૂઆતી મહીનામાં આમ આદમી પાર્ટીના સદસ્ય બન્યા હતા. આરોપીના નિવેદન વિશે ક્રાઇમ બ્રાન્ચે કોર્ટે સૂચિત કરી દીધી છે.

રાઇમ બ્રાન્ચને કપિલ ગુર્જરના મોબાઇલમાંથી કેટલાક ફોટો મળ્યા છે. ફોટોમાં આરોપી કપિલ ગુર્જર અને તેના પિતા ગજે સિંહ આમ આદમી પાર્ટીના નેતા આતિશી, આપ સાંસદ સંજય સિંહની સાથે નજરે પડી રહ્યા છે. જ્યારે કપિલના પિતા ગજે સિંહ દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સાથે તસવીરોમાં દેખાઇ રહ્યા છે.

(8:53 am IST)