Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

નિકાહના ૪ વર્ષ પછી બીબીની ખૂબસૂરતી મિટાવવા શૌહરએ વાળ કાપી નાખ્યા

           મેરઠમાં એક યુવકએ પોતાની પત્નીના વાળ કાપી એને રૂમમાં બંધ કરી દીધી. વાળ કાપવાનું કારણ એટલું હતું કે યુવક પોતાની પત્ની પર શક કરતો હતો. ઘટના થાણા લિસાડી ગેટ થાના ક્ષેત્રના ઇતેફાક નગરની છે. મહિલાએ ખુદને ગમે તે રીતે રૂમની બહાર કરી અને પછી પતિની ફરીયાદ કરવા એસએસપી ઓફિસ પહોંચી. એસએસપીના આદેશ પર થાણા લિસાડી ગેટએ મહિલાની ફરિયાદ પર આરોપી વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે.

            લિસાડીગેટ થાણા ક્ષેત્રના ઇતેફાકનગર નિવાસી મહિલાના નિકાહ ચાર વર્ષ પહેલા ઇતેફાકનગરના આરીફના પુત્ર અકબર સાથે થયા હતા. આરોપ છે કે નિકાહ પછી આરિફ એેને પરેશાન કરવા લાગ્યો આરિફ તેના પર શંકા કરતો હતો. જેને લઇ તે મારપીટ કરતો હતો. એટલું નહી તે પત્નીને ઘણા દિવસો સુધી ભુખી રાખતો હતોમહિલાના સાસૂ-સસરાએ ફરિયાદ કરી તો એમણે પણ પોતાના પુત્રનો સાથ આપ્યો.

(12:00 am IST)