Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

પંજાબના લુધિયાણામાં બોલીવુડ સિંગર અને રેપર આદિત્ય પ્રતિકસિંહ સિસોદીયા ઉર્ફે બાદશાહની કારને અકસ્માત થયો

        બોલિવુડ સિંગર અને રેપર આદિત્ય પ્રતિકસિંહ સિસોદીયા ઉર્ફે બાદશાની કારને  અકસ્માત થયો  છે. દુર્ર્ઘટના પંજાબના લુધિયાણામાં થઇ છે. જાણકારી મુજબ બાદશાહ પંજાબમા હાલમા એક ફિલ્મનુ શૂટિંગ કરી રહ્યા છે. એવામાં શૂટિંગના રસ્તામાં જ આ અકસ્માત થયો. સારા ખબર છે છે કે બાદશાહનો આબાદ બચાવ થયો છે કારની ચેરબેગ ખુલવાને કારણે ગાડીમાં હાજર બાદશાહ સુરક્ષિત બચી ગયા.

        આ દુર્ઘટના સોમવારના એ સમયે થઇ જયારે બાદશાહની કાર રાજપુરા પાસે રાષ્ટ્રીય રાજમાર્ગ ૪૪ ના ઇન્ટર સેકશન પર એક નિર્માણધિન ઓવર બ્રીજથી પસાર થઇ રહી હતી.

        કારની ગતિ ખૂબ જ તેજ હતી અને ચાલક ઝાકળને કારણે સડક પર રાખેલ કોંક્રીટના સ્લેબ્સ જોઇ ન શકયો. આ દુર્ઘટનામાં બાદશાહની કાર બુરી રીતે નુકશાનગ્રસ્ત થઇ ગઇ. જો કે તે ખુદ આ દુર્ઘટનામાં આબાદ બચી ગયા છે.

(12:00 am IST)