Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

યૂપી વિધાનસભામાં સપા-બસપા ધારાસભ્યોનો હોબાળો:રાજ્યપાલ ઉપર કાગળના ડૂચા ફેંકાયાં

સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય સુભાષ પાસી બેહોશ થઇને ઢળી પડ્યાં

 

લખનૌ :ઉત્તરપ્રદેશ વિધાનસભામાં મંગળવારે જોરદાર હોબાળો થયો. રાજ્યપાલના ભાષણ દરમિયાન સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્યોએ હાથોમાં પોસ્ટર લઇને હોબાળો મચાવ્યો. એવો દાવો કરવામાં આવ્યો છે કે દરમિયાન રાજ્યપાલ ઉપર કાગળના ડૂચા પણ ફેંકવામાં આવ્યાં.  

   બીજી તરફ હોબાળા દરમિયાન એક ધારાસભ્ય બેહોશ પણ થઇ ગયા. હોબાળો ચાલુ હતો દરમિયાન સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય સુભાષ પાસી બેહોશ થઇને ઢળી પડ્યાં. ત્યારબાદ તેમને સારવાર માટે લઇ જવાયા.

   આજથી ઉત્તરપ્રદેશ વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થયું છે. સત્ર 22 ફેબ્રુઆરી સુધી ચાલશે. 7 ફેબ્રુઆરીએ યોગી સરકાર પોતાનું બજેટ સત્ર રજૂ કરશે.જ્યારે વિધાનસભાની કાર્યવાહી શરૂ થઇ ત્યારે રાજ્યપાલ રામ નાઇક બજેટ અભિભાષણ આપવા ઊભા થયા ત્યારે સપા-બસપાના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો.

(10:24 pm IST)