Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

હિમાચલ પ્રદેશના ગોપાલપુરમાં બસ ખીણમાં પડી, ૩૩ ઈજાગ્રસ્ત

 હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લામાં ગોપાલપુરમાં આજે એક ખાનગી બસ ખાઇમાં પડી જતાં ૩૩ મુસાફરોને ઇજા થઇ હતી, એમ જિલ્લાના અધિકારીઓએ કહ્યું હતું. ઘાયલોમાં ૧૧ની હાલત ગંભીર હતી. દસ ઘાયલોને ટાન્ડા મેડિકલ કોલેજ મોકલાયા હતા જયારે એક જણને પાલમપુરની હોસ્પિટલે ખસેડાયા હતો. સાદ્યારણ રીતે ઘાયલ થયેલાઓને ગોપાલપુરની હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. જવાહર બસ સર્વિસની બસ ગોપાલપુર પાસે એક ખાઇમાં પડી જતાં આ દુર્ઘટના બની હતી.

(3:20 pm IST)