Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ગાયક સોનુ નિગમના જીવને જોખમ :આઈબીના ઇનપુટને કારણે સુરક્ષા વધારાઈ

અઝાનથી અવાજના પ્રદૂષણનો મુદ્દો છેડ્યો હતો : કટ્ટરપંથી જાહેર સ્થળે અથવા કોઈ ઇવેન્ટમાં નિશાન બનાવી શકે છે

મુંબઇઃ જાણીતા ગાયક સોનુ નિગમના જીવને જોખમ હોવાના ગુપ્તચર એજન્સીના ઇનપુટને કારણે મુંબઈ પોલીસે સોનું નિગમની સુરક્ષા વધારી દીધી છે મહારાષ્ટ્રના ગુપ્તચર વિભાગને એવી માહિતી મળી છે, જેમાં કટ્ટરપંથીઓ દ્વારા સોનુ નિગમને જાહેર સ્થળે અથવા કોઈ ઇવેન્ટમાં નિશાન બનાવી શકાય છે. ઇનપુટને આધારે મહારાષ્ટ્ર સરકારે મુબંઈ પોલીસને સોનુ નિગમની સુરક્ષા વધારવાનો આદેશ કર્યો હતો

   અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે સોનુ નિગમે તેમના ઘરની આસપાસ મસ્જિદની અઝાનથી સવારે ધ્વનિ પ્રદૂષણ થતું હોવાનો મુદ્દો ટ્વીટર ઉઠાવ્યો હતો. જેને લઈને મોટા પાયે વિવાદ થયો હતો. કેટલાક કટ્ટરપંથીઓએ સોનું નિગમનું માથું મૂંડાવનારને ઇનામ પણ જાહેર કર્યું હતું. જે બાદ સોનુ નિગમે જાતે માથું મૂંડાવી લીધું હતું.

(12:20 am IST)