Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

૩ ટકાના ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટને હાંસલ કરી લેવાશે

નાણા મંત્રાલયના સેક્રેટરીની સ્પષ્ટ કબૂલાત : ૨૦૧૯-૨૦ સુધી ટાર્ગેટને હાંસલ કરાશે : સુભાષ ગર્ગ

નવીદિલ્હી, તા. ૫ : ભારત ૨૦૧૯-૨૦ સુધી ત્રણ ટકાના ફિસ્કલ ડેફિસિટના ટાર્ગેટને હાસલ કરી શકે છે. નાણામંત્રાલયના અધિકારીઓ દ્વારા આજે આ મુજબનો દાવો કરવામાં આવ્યો હતો. નાણા મંત્રાલયમાં આર્થિક બાબતોના સેક્રેટરી સુભાષચંદ્ર ગર્ગે માહિતી આપતા કહ્યું છે કે, કેન્દ્રીય બજેટમાં ગયા સપ્તાહમાં જ જાહેર કરવામાં આવેલા સરકારના હેતુને લઇને કોઇ મુશ્કેલી દેખાઈ રહી નથી. ફિસ્કલ ડેફિસિટ ૨૦૧૮-૧૯માં ૩.૩ ટકા છે. તેને નવી નીચી સપાટી પર લાવવામાં સફળતા મળશે. તેમણે ઉમેર્યું હતું કે, સર્વિસ પીએમઆઈના આંકડામાં ઉલ્લેખનીય સુધારો જાન્યુઆરી મહિનામાં થયો છે જે સર્વિસ સેક્ટરોમાં ખુબ નોંધપાત્ર સુધારનો સંકેત આપે છે. મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ પણ ૫૨.૪ ટકાના દરે હકારાત્મક સંકેત આપે છે. આ તમામ બાબતોથી કહી શકાય છે કે, ૨૦૧૯-૨૦ સુધી ભારત ત્રણ ટકા ફિસ્કલ ડેફિસિટના ટાર્ગેટને હાસલ કરી લેશે. સરકારના ઉદ્દેશ્ય પહેલા આને હાસલ કરવામાં સફળતા મળી જશે. સરકારે આ ટાર્ગેટને ઘટાડવા માટે વધારે મહેતલની માંગ કરી છે પરંતુ તેને વહેલી તકે હાસલ કરાશે.

(7:35 pm IST)