Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ઠગાઈ કેસમાં જ્વેલર નિરવ મોદી સકંજામાં

૨.૮ અબજ રૂપિયાની છેતરપિંડી

         નવીદિલ્હી,તા. ૫ : ૨૦૧૭ દરમિયાન ૨.૮ અબજ રૂપિયાની પંજાબ નેશનલ બેંક સાથે છેતરપિંડી બદલ અબજોપતિ ડાયમંડ કારોબારી નિરવ મોદી, તેના ભાઈ, પત્નિ અને એક બિઝનેસ પાર્ટનર સામે સીબીઆઈ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે. પંજાબ નેશનલ બેંક તરફથી કરવામાં આવેલી ફરિયાદના આધાર પર સીબીઆઈએ કાર્યવાહી હાથ ધરી છે. પંજાબ નેશનલ બેંકે આક્ષેપ કર્યો છે કે, મોદી, તેમના ભાઈ નિશાલ, પત્ની અમી અને મેહુલ ચીનુભાઈ ચોકસીએ સાથે મળીને બેંકના અધિકારીઓ સાથે કાવતરુ ઘડ્યું હતું અને ત્યારબાદ છેતરપિંડી કરી હતી. ડાયમંડ આરવીએસ, સોલાર એક્સપોર્ટ, સ્ટીલર ડાયમંડના તમામ પાર્ટનરો સાથે મળીને છેતરપિંડી કરી હતી. સીબીઆઈએ ઇન્ડિયન પીનલ કોડની કાવતરા સાથે સંબંધિત જુદી જુદી કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરી છે. આ ચાર લોકો સામે સકંજો મજબૂત કરવામાં આવ્યો છે. બેંક અધિકારીઓએ સ્પષ્ટ રજૂઆતો કરી છે. ઉચાપતના આ કેસમાં ઉંડી તપાસ હવે આગળ વધશે. નિરવ મોદી અગાઉ પણ કેટલાક મામલામાં ચર્ચામાં રહી ચુક્યા છે.

(7:30 pm IST)