Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ભજીયા વેચવા નાનુ કામ નથી : વારસામાં અમને ખાડા મળ્યાઃ અમીતભાઇ શાહ

રાજયસભામાં કોંગ્રેસ ઉપર તુટી પડતા ભાજપ અધ્યક્ષ : મોદી સરકારે સર્જીકલ સ્ટ્રાઇકનું સાહસી પગલું લીધુઃ જીએસટી દેશનું ભવિષ્ય બદલનારૃઃ અમે એવા નિર્ણયો લઇએ છીએ જે લોકો માટે સારા હોય

નવી દિલ્હીઃ  અમિતભાઇ શાહે રાજયસભામાં  કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવેલ કે  હુ ગરીબ નથી પણ ગરીબી જોઇ છેઃ બંેક યોજના દ્વારા ૩૧ કરોડ જનધન ખાતાઓ ખુલ્યા પીએમની અપિલ બાદ લોકોએ કોંગ્રેસની સબસીડી છોડીઃ જનધનખાતા ખોલ્વા માટે સરકારે વિશેષ ધ્યાન અપાયું: અમને વીરાસતમાં ખાડા મળ્યા અને અમારો મોટા ભાગનો સમય ભાડા પુરવામાં ગયોઃ દેશવાસીએ બદલાવ માટે નીર્ણય લીધોઃ બધાને ઘરની દેવાની સરકારની યોજનાઃ ભજીયા વેચવા નાનુ કામ નથીઃ બેરોજગારી કરતા ભજીયા વેચવા સારાઃ ૫૫ વર્ષના શાસન પછી પણ બેરોજગારીની સમસ્યાઃ આજે એક ચા વાળાનો પુત્ર દેશના વડાપ્રધાન છેઃ અમે બેરોજગારીની સમસ્યાનું સમાધાન ગોત્યું: શૌચાલય યોજનાથી મહિલાઓનું સમ્માનઃ ભજીયા વેચવાને ભીખ માગવા  સાથેની તુલના ખોટીઃ પંકિતમાં છેલ્લેના વ્યકિતને આગળ વિકાસની લાવવા છેઃ વડાપ્રધાને ૧૬ હજાર ગામોમાં વિજળી આપીઃ ૭ કરોડ ઘરમાં શૌચાલયઃ જનધન એકાઉન્ટમાં ૭૩ કરોડ જમા થયાઃ ૨૦૨૨ સુધી તમામ ઘરોમાં શૌચાલયની  લક્ષ્યાંક ગત સરકારમાં ભષ્ટ્રાચારઃ બેરોજગારી કરતા મજુરી કરી કમાવું  સારૂ છેઃ  બેરોજગારી કોંગ્રેસ શાસનમાં હતીઃ મોદી સરકારે ટુંક સમય અનેક કાર્યો કર્યાઃ ૮ કરોડ મહિલાઓને ગેસ કનેકશનનો લક્ષ્યાંકઃ ૩૦ વર્ષ બાદ પૂર્ણ બહુમતવાળી સરકાર બનીઃ સમસ્યાઓના  સમાધાન માટે જનાધાર મળ્યોઃ અમે ગાંધીજી અને દીનદયાળજીના સિંધ્ધાતો ઉપર કામ કર્યુઃ ૫૫ વર્ષ સુધી દેશમાં એકજ પરિવારનું શાસનઃ આખી દુનિયામાં જેટલા લોકતંત્ર છે તેને ઢંઢોળીને જોઇ લો, ૫૦ કરોડ લોકોને ૫ લાખનો વિમો આપવો તે કોઇપણ સરકારમાં સાહસ નથીઃ હવે આયુષમાન ભારતને લોકો '' નમો હેલ્થ કેર'' તરીકે ઓળખશેઃ ગરીબી હટાઓનારા સાથે સત્તામાં ઘણાં લોકો આવ્યા પણ ગરીબી હટાવવા અને ગરીબોના જીવન ધોરણને ઉપર લાવવા ફકત મોદી સરકારે કામ કર્યુઃ ખેડુતોની આવક બે ગણી કરવા અમે વિશિષ્ટ પગલા લીધાઃ અટલજીની સરકાર પગલા ગયા બાદ નદીઓને જોડવાનું કામ છોડવામાં આવ્યું, જેને હવે મોદી સરકારે શરૂ કયુંર્ છે. અમે વોટ બેંકનું રાજકારણ નથી કરતાઃ અમે એવા નિર્ણય  નથી લેતા જે લોકોને પસંદ આવે પણ અમે એવા નિર્ણય લઇએ છીએ જેથી લોકોનું સારૂ થાયઃ જૈવિક ખેતી માટે પગલા લીધાઃ જીએસટીનો વિરોધ પણ કરો છો તો તમારી પણ તેમા સહમતિ છેઃ તમે સદનમાં એક ભાષા અને કાઉન્શીલમાં બીજી ભાષાનો પ્રયોગ કરો છોઃ છેલ્લા સાડા ત્રણ વર્ષમાં સરકારે ૫૦ થી વધુ એવા કામ કર્યા જે ઐતિહાસિક છેઃ જીએસટી દુનિયાનો સૌથી મોટો સુધાર

(4:24 pm IST)