Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

બજેટની અસરઃ કારની કિંમતો વધવાની તૈયારીઓ

નવી દિલ્હી તા. ૫ : બજેટમાં આયાત ડ્યૂટીની જાહેરાતથી લકઝરી વાહનો મોંઘા થશે. પણ ડીલરો પાસે પડી રહેલ સ્ટોકને કારણે ત્યાં સુધી કારો સસ્તી મળશે. અનુમાન અનુસાર આગામી કેટલાક સપ્તાહ પછી વધારેલા નવા દરોની જાહેરાત થશે, અને ત્યાં સુધી સ્ટોકમાં રહેલા કારોનો સ્ટોક પણ સમાપ્ત થઈ જશે. કંપનીઓનો આયાતીત સામાનથી ગાડીઓ એસેમ્બલ કરવી પડશે, જયારે તેનું કોસ્ટિંગ વધી જશે.મર્સિડીઝ બેંઝ અને આઉડી જેવી કાર કંપનીઓ તેના ગ્રાહકોને લલચાવામાં જોડાઈ છે. જે લોકો બજેટની અસર પહેલાની કીમત પર કાર ખરીદવા માંગતા હોય તેવા ગ્રાહકોને આકર્ષી રહ્યા છે. દિલ્હી એનસીઆરમાં મર્સિડીઝ બેન્ઝના ટોપ ડીલરોમાં એક સિલ્વર એરોજ જેવા સંભવિત ગ્રાહકોને સુચના આપી ચુકયા છે. તેમના મેસેજમાં આ ગ્રાહકોને કહ્યું છે કે 'ઝડપ કરો અને બજેટ પહેલાની કીમત પર પોતાની પસંદની કાર ખરીદી લો. એ પહેલા કે સ્ટોક સમાપ્ત થઈ જાય. કીમતો ૫ ટકા વધી જશે.' મર્સિડઝના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતુ કે કાર ખરીદવાનો આ યોગ્ય સમય છે. કારણ કે હજી કીમતોમાં ફેરફાર થયો નથી. અમે ગ્રાહકોને સતત કહી રહ્યા છીએ. ફ્રેશ સ્ટોક આવશે પછી આઈડી કારના ભાવમાં ૩-૪ ટકાનો વધારો થશે.

(4:08 pm IST)