Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ઇ-વે બિલની તારીખ લંબાવી પણ અવઢવ યથાવત

GST અંતર્ગત ઇ-વે બિલનો પહેલી ફેબ્રુઆરીથી પ્રારંભ થયો પરંતુ પહેલા જ દિવસે ઇ-વેબીલનું પોર્ટલ ઠપ થઇ ગયું. સાથે સાથે સંખ્યાબંધ વેપારી સંગઠનો દ્વારા ઇ-વે બીલ માટે હજુ વેપારીઓ તૈયાર ન હોવાથી સમય વધારવા માટે માંગણી કરાતાં ૨૦મી ફ્રેબુઆરી સુધી અવધી વધારવી પડી છે. જોકે ઇ-વે બીલમાંથી કાપડને મુકિત આપવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે જ હવે ટ્રકમાં એક સાથે ઘણી વસ્તુઓનું વહન થતું હોય ત્યારે કાપડના આડમાં પાન મસાલા કે અન્ય કોઇ વસ્તુઓ મોકલી દેવાય તો? આવા મુદ્દે આગામી દિવસોમાં ચર્ચા થશે.

(4:04 pm IST)