Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ર૦૧૭માં ચીનમાંથી મોબાઇલના શિપમેન્ટમાં થયો ઘટાડો

નવી દિલ્હી, તા. પ :  વિશ્વભરમાંથી ચીનમાં બનેલા મોબાઇલ ફોન વેચાઇ રહ્યા છે. પણ હવે ભારત સહિત બીજા દેશોમાં પણ મોબાઇલ મેન્યુફેકચરીંગ સુવિધા ઉભી થવાને કારણે ચીનમાં મોબાઇલ બનાવવાની ગતિ ધીમી પડી છે એટલો ર૦૧૭માં ચીનમાંથી મોબાઇલના શિપમેન્ટમાં ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષે ચીનમાંથી ૪૯૧ મિલ્યન મોબાઇલ ફોન શિપમેન્ટ થયા હતા જે ૧ર.૩ ટકાનો ઘટાડો દર્શાવે છે અને ચીને માત્ર ૧૦પ૪ નવા સેલફોન લોન્ચ કર્યા હતા જે અગાઉના વર્ષની સરખામણીમાં ર૭.૧ ટકાનો ઘટાડો દર્શાવે છે. ચીનમાં સ્થાનિક સ્માર્ટ ફોન માર્કેટમાં પણ મંદી છે, કારણ કે હાલમાં લગભગ દરેક ચાઇનીઝ પાસે એક સ્માર્ટફોન હોવાથી નવી પ્રોડકટ માટે માર્કેટ ઉપલબ્ધ નથી.

(4:52 pm IST)