Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ભારતમાં તમામ રામના સંતાનો :અહીં કોઈ બાબરની ઓલાદ નથી :ગિરિરાજસિંહે ફરી વિવાદ છેડ્યો

રામમંદિર ભારતમાં નહિ બને તો શું પાકિસ્તાનમાં બનશે ?:શિયા ની માફક સુન્નીએ પણ મંદિરનું સમર્થન કરવું જોઈએ

લખનૌ :પોતાના વિવાદિત નિવેદનને કારણે હમેશા ચર્ચામાં રહેતા ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ફરીવાર વિવાદિત નિવેદન આપ્યું છે ગિરિરાજસિંહે કહ્યું કે, ભારતમાં તમામ રામના સંતાન છે. અહીં કોઈ બાબારની ઓલાદ નથી.

   રામ મંદિર અંગે ગિરિરાજસિંહને સવાલ પુછતા તેમણે કહ્યું કે રામ મદિર ભારતમાં નહીં બનતો કયાં પાકિસ્તાનમાં બનશે? રામ મંદિરનું નિર્માણ અયોધ્યામાં જ થવાનું છે. જેના માટે હિંદુ મુસ્લિમોએ એક સાથે આવવુ જોઈએ. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે શિયા સમુદાયના લોકો તૈયાર છે. પરંતુ સુન્ની મુસલમાન તૈયાર નથી.

    શિયાની જેમ સુન્ની મુસ્લમાનોએ પણ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું સમર્થન કરવુ જોઈએ.અત્રે ઉલ્લેખનીય છે કે ગિરિરાજસિંહ 2014ની લોકસભાની ચૂંટણી બાદ વિવાદિત નિવેદનના કારણે ચર્ચામાં રહ્યા છે.

(12:36 pm IST)