Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

Oh! ફેસબુક પર ૨૦ કરોડ ખોટા એકાઉન્ટ્સ છે

નકલી અથવા ડુપ્લીકેટ ફેસબુક એકાઉન્ટ્સની સંખ્યા ભારતમાં વધુ

નવી દિલ્હી તા. ૫ : જો તમે ફેસબૂક યુઝ કરતા હોવ તો તમે ફેસબૂક કેટલાક એવા વિચિત્ર નામો જોય હોય હશે જે લલચાવનારા હશે, જેમકે એંજલ પ્રિય, કિવન, પાપ કી પરી, ડોલી વગેરે નામ ધરાવતા અકાઉન્ટ્સ જોયા હશે આ બધા અકાઉન્ટની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે જાણીને ચોંકી જશો. વર્ષ વધતા જાય તેમ આ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબૂક પર લગભગ ૨૦ કરોડ અકાઉન્ટ ખોટા છે અથવા તો ડુપ્લિકેટ (એક વ્યકિતના એકથી વધુ અકાઉન્ટ્સ) હોઈ શકે છે. આટલું જ નહીં ભારત એ દેશોમાં છે, જયાં આ રીતે અકાઉન્ટ્સની સંખ્યા વધુ છે. ફેસબૂકે તેની માહિતી આપી છે.

ફેસબૂકે પોતાના નવા વર્ષના રિપોર્ટમાં કહ્યું છે, '૨૦૧૭ના પાછલા ત્રણ મહિનામાં અમારું અનુમાન છે કે નકલી અથવા ડુપ્લિકેટ અકાઉન્ટ્સની ભાગેદારી અમારા મંથલી એકિટવ યુઝર્સ (MAU)ના લગભગ ૧૦ ટકા છે.' રિપોર મુજબ, વધુ ડેવલપમેન્ટ માર્કેટની સરખામણીમાં ભારત, ઈન્ડોનેશિયા અને ફિલીપીંસ જેવા વિકાસશીલ માર્કેટ્સમાં આ રીતે નકલી અથવા ડુપ્લિકેટ અકાઉન્ટની સંખ્યા વધુ છે.

નોંધનીય છે કે ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ સુધી ફેસબૂક પર માસિક એકિટવ યુઝર્સની સંખ્યા ૨.૧૩ અબજ હતી, જે ૩૧ ડિસેમ્બર ૨૦૧૬દ્મક ૧૪ ટકા વધુ છે. ૩૧ ડિસેમ્બરના પ્ખ્શ્દ્ગક સંખ્યા ૧.૮૬ અબજ હતી જે ૬ ટકા એટલે કે ૧૧.૪ કરોડ અબજ ખોટા અકાઉન્ટ્સ હતા.

રિપોર્ટમાં કહેવાયું છે કે, ભારત, ઈન્ડોનેશિયા અને વિયતનામમાં ઉપયોગકર્તાની વૃદ્ઘિ ડિસેમ્બર ૨૦૧૬દ્ગક સરખામણીમાં ૨૦૧૭માં વધી છે. કંપનીએ કહ્યું કે ખોટા કે નકલી અકાઉન્ટ્સનું અનુમાન વાસ્તવિક સંખ્યાથી અલગ હોઈ શકે છે.

(4:54 pm IST)