Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ચીનવાળા પોતાની ઇનોવેટિવ ડિશ કહી વેચી રહ્યા છે આપણા પ્રિય ભટૂરા!

'ટેસ્ટમેડ' પેજ પરથી થયો ખુલાસો

બીજીંગ તા. ૫ : ઈન્ટરનેટના કારણે આજે દુનિયા બહુ નાની થતી જાય છે. અહીં આપણને હજારો માઈલ્સ દૂરની વાતો તો જાણવા મળે જ છે સાથે સાથે આપણે જ શેર કરેલી વસ્તુ ફરી-ફરીને આપણી પાસે આવી જાય છે. ફેસબુકના પોપ્યુલર ફૂડ પેજ ટેસ્ટમેડ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે બ્રાન્ડ ન્યૂ ડિશ 'બબલ પેનકેક'બતાવી છે. આ બબલ પેનકેકને સુંગધીદાર કરી સાથે સર્વ કરવામાં આવે છે.

 

આ બબલ પેનકેક બીજું કંઈ નહીં પણ આપણા પ્રિય ભટૂરા છે. આ વીડિયોને દેસી ફૂડ લવર્સે ટેસ્ટમેઇડના વીડિયો પર ગુસ્સો ઠાલવતી કોમેન્ટ્સ કરી. અસલમાં ચીનમાં આપણી પ્રિય વાનગીઓ પૈકીની એક ભટૂરાને 'સ્કેલિઅન બબલ પેનકેક'ના નામે વેચવામાં આવી રહ્યાં છે અને તે ભારતીય ફૂડ લવર્સને પસંદ નથી આવી રહ્યું.

તેમણે આ વીડિયો પોસ્ટ કરનારા વ્યકિતને પણ પકડી પાડ્યો. મેરીલેન્ડમાં 'કયૂ પીટર ચાંગ'નામની રેસ્ટોરન્ટ જે ચાઇનીઝ રસોઇયા પીટર ચાંગ દ્વારા ચલાવવામાં આવે છે. પીટરને વીડિયો પર લાંબા અને ગુસ્સો ભરેલા મેજેસ જોઈને આશ્ચર્ય થયું. ઘણા ભારતીયો તેમને નબળા રેટિંગ આપી રહ્યા છે અને અસંતોષ વ્યકત કરી રહ્યાં છે.

(11:00 am IST)