Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

મિશન રાયબરેલીઃ નગરવાસીઓને મોદી સરકાર આપશે મોટી ભેટ

નવી દિલ્હી તા. ૫ : કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીનાં સંસદીય ક્ષેત્ર રાયબરેલીનો પ્રવાસ હવે વધુ સરળ બનવા જઈ રહ્યો છે. કારણ કે, લખનઉ-રાયબરેલી રાષ્ટ્રીય ધોરીમાર્ગને સીકસ લેન બનાવવામાં આવશે. આ દિશામાં હાઈ-વેનાં સર્વેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

 

એવું પણ જાણવા મળી રહ્યું છે કે, મોદી સરકાર ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા લોકોને આ ભેટ આપવા માગી રહી છે. સૂત્રનાં જણાવ્યા પ્રમાણે, સીકસ લેન હાઈ-વેનાં નિર્માણને નેશનલ હાઈ-વે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ અંતિમ રૂપ આપવાનું કામ પણ શરૂ કરી લીધું છે.

માત્ર તેની જાહેરાત જ કરવાની બાકી છે. એવી પણ માહિતી મળી રહી છે કે, મોદી સરકાર સોનિયા ગાંધીનાં સંસદીય ક્ષેત્રમાં વિકાસનાં સહારે મોટું ગાબડું પાડવાની ફીરાકમાં છે. જે દિશામાં કેન્દ્ર સરકાર મોટું પગલું ભરી શકે છે.

હવે મિશન રાયબરેલી?

મોદી સરકારનું મિશન રાયબરેલી

રાયબરેલીવાસીઓને મોદી સરકાર આપશે મોટી ભેટ

લખનઉ-રાયબરેલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનશે સિકસ લેન

NHAI દ્વારા હાઈવે નિર્માણ માટે શરૂ કરાયો સર્વે

૮૦ કિલોમીટર લાંબા હાઈવેનું કરાશે નિર્માણઃસૂત્ર

કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવાનો ભાજપનો પ્લાન

વિકાસના મુદ્દા સાથે ભાજપ ઉતરશે મેદાનમાં

(10:59 am IST)