Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

વાહ ભૈ વાહ... ચીને પણ સ્વીકાર્યુ... ભારતના ડંકા વાગશે

ભારત હશે સૌથી આગળઃ વિકાસની ખુબ સંભાવના

બીજીંગ તા. ૫ : ઈન્ટરનેશનલ મોનિટરીંગ ફંડ (IMF)એ હાલમાં જ કહ્યું હતું કે ભારત આવનારા વર્ષોમાં ચીન અને અન્ય મોટી અર્થવ્યવસ્થાઓથી ઝડપી ગતિએ વિકાસ કરશે. હવે ખુદ ડ્રેગન પણ માની રહ્યું છે કે ભારતમાં વિકાસની ખૂબ સંભાવના છે અને યુવાનોની સંખ્યા, આર્થિક સુધારાઓ દ્વારા તે ઝડપથી આગળ વધી રહ્યું છે. ચીનના સરકારી અખબાર 'ગ્લોબલ ટાઈમ્સ'ની એક રિપોર્ટમાં કહેવાયું છે કે ચીનની આર્થિક સફળતાનું ભારત પણ પુનરાવર્તન કરશે.

 

ઈકોનોમિક સર્વેનો આધાર આપતા કહ્યું કે, ભારત ૨૦૧૮-૧૯માં ૭દ્મક ૭.૫ ટકાની ઝડપે વિકાસ કરશે. તેથી તેને દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપથી વધતી માનવામાં આવશે. રિપોર્ટમાં કહેવાયું છે કે 'ભારતીય અર્થવ્યવસ્થાની સૌથી મોટી ખાસિયત ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે. હાલના દશકામાં ચીનની સફળતા પાછળ પણ આ એક મહત્વપૂર્ણ ફેકટર રહ્યું છે. વર્લ્ડ બેન્કના આંકડા જણાવે છે કે ભારત પાસે દુનિયાની સૌથી વધુ યુવાનો છે. દેશના ભવિષ્ય માટે આ એક શકિતશાળી પ્રવાહ છે.'

 

ભારતમાં વધતા રોકાણની ચર્ચા કરતા કહેવાયું છે કે, વિશ્વસનીય ડેમોગ્રાફિક ડિવિડન્ડના કારણે દુનિયાભરની કંપનીઓ ભારતમાં રોકાણ કરી રહી છે. તેમને અહીંયા ચીનની આર્થિક સફળતાનું પુનરાવર્તન કરવાની ઉમ્મીદ છે. રિપોર્ટ મુજબ નબળા ઈન્ફ્રાસ્ટ્રકચરને લઈને ભારતની લાંબા સમયથી નિંદા થઈ રહી છે. પરંતુ તેનો મતલબ છે કે આ વિસ્તારમાં ભારત માટે દ્યણી સંભાવનાઓ છે. ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટસના શરૂ થતા જ અર્થવ્યવસ્થાને વધારે શકિત મળશે.

બેરોજગારી એજયુકેશન અને ટ્રેનિંગને ભારત માટે એક મુશ્કેલી બતાવતા રિપોર્ટમાં કહેવાયું છે કે, બેરોજગારી અને અર્થવ્યવસ્થાની બીજી સમસ્યાઓ માટે સુધારા મહત્વના હશે. ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે ૨૦૧૬ના અંતથી નોટબંધી, જીએસટી અને એફડીઆઈને લઈને આક્રામક સુધારા કરાયા છે.

રિપોર્ટમાં સલાહના અંદાજમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકાર માટે મહત્વપૂર્ણ છે કે અર્થવ્યવસ્થા ક્ષમતા મુજબ આગળ વધે અને તેમાં સમય મુજબ નીતિઓમાં ફેરફાર કરવામાં આવે. ચીનની અખબાર અંતમાં કહ્યું કે, છેવટે પોતાના પાડોસી દેશને સારી આર્થિક સ્થિતિમાં જોવો ચીન માટે ખરાબ નથી.

(4:48 pm IST)