Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

શેરબજારમાં તીવ્ર મંદી જારી : વધુ ૩૧૦ પોઇન્ટનો મોટો કડાકો થયો

છેલ્લા બે સેશનમાં ૧૧૫૦ પોઇન્ટનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો : નિફ્ટી ૯૪ પોઇન્ટ ઘટી ૧૦૬૬૭ની નીચી સપાટી ઉપર પહોંચ્યો : કેટલાક અર્થશાસ્ત્રીઓ મુજબ સેંસેક્સમાં ૨૦૦૦ પોઇન્ટ સુધીનો ઘટાડો થઇ શકે છે

મુંબઈ, તા. ૫ : શેરબજારમાં આજે સતત મંદીનો દોર જારી રહ્યો હતો. બ્લેક ફ્રાઇડેની સ્થિતી રહ્યા બાદ આજે ધારણા પ્રમાણે જ બજાર ખુલતાની સાથે  મંદીની શરૂઆત થઇ ગઇ હતી અને તે છેલ્લે સુધી જારી રહી હતી.આજે શેરબજારમાં મંદીની સ્થિતી વચ્ચે વધુ ૩૧૦ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. જેથી તેન સપાટી ઘટીને ૩૪૭૫૭ થઇ ગઇ હતી. આવ જ રીતે નિફ્ટી ૯૪ પોઇન્ટ ઘટીને ૧૦૬૬૭ની નીચી સપાટી પર રહ્યો હતો. છેલ્લા બે કારોબારી સેસનમાં  ૧૧૫૦ પોઇન્ટનો ઘટાડો થઇ ચુક્યો છે. આવી સ્થિતીમાં કારોબારી હચમચી ઉઠ્યા છે. કેટલાક નિષ્ણાંતો તો અહીં સુધી કહી રહ્યા છે કે બજારમાં હજુ બે હજાર પોઇન્ટનો ઘટાડો થઇ શકે છે. કંપનીના પરિણામ પર પણ તમામની નજર રહેનાર છે. હિરો મોટો, લુપિન દ્વારા મંગળવારના દિવસે તેમના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. સિપ્લા અને ઇસર મોટર્સ દ્વારા બુધવારના દિવસે તેમના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. બીપીસીએલ, એચપીસીએલ, એમએન્ડએમ, ઓએનજીસી , એસબીઆઇ અને તાતા સ્ટીલ દ્વારા તેમના પરિણામ શુક્રવારે નવમી ફેબ્રુઆરીના દિવસે જાહેર કરવામાં આવનાર છે.નિફ્ટીમાં હજુ ઘટાડો થઇ શકે છે. નિફ્ટી હવે ૧૦૫૦૦ સુધી રહી શકે છે.  જુદા જુદા પરિબળોની અસર હેઠળ શુક્રવારના દિવસે સેંસેક્સ કારોબારના અંતે ૮૪૦ પોઇન્ટ ઘટીને ૩૫૦૬૬ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૨૫૬ પોઇન્ટ ઘટીને ૧૦૭૬૦ની સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં શુક્રવારના દિવસે મચી ગયેલા કોહરામ માટે અનેક પરિબળો જવાબદાર રહેતા નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું. શેરબજારમાં કારોબારીઓએ બ્લેક ફ્રાઇડેના દિવસે પાંચ લાખ કરોડ ગુમાવ દીધા હતા. તીવ્ર વેચવાલીનું મોજુ રહ્યું હતું. બીએસઈમાં તમામ લિસ્ટેડ કંપનીઓની સંયુક્ત માર્કેટ મૂડીમાં ૪.૭ લાખ કરોડનો ઘટાડો થતાં તેની સંપત્તિ ૧૪૮.૪ લાખ કરોડ થઇ હતી. સતત રેકોર્ડ બનાવી રહેલા શેરબજાર ઉપર  બજેટની અસર જોવા મળી હતી. બ્લેક ફ્રાઇડે હેઠળ બજાર તુટ્યા હતા. ે. બજેટમાં કેટલીક નવી જોગવાઇ કરવામાં આવ્યા બાદ કારોબારીઓમાં દહેશત દેખાઇ રહી છે. તમામ લોકો પહેલાથી જ માની રહ્યા હતા કે સોમવારના દિવસે પણ બજેટ પર સીધી અસર જોવા મળનાર છે. નિષ્ણાંતોની ગણતરી સાચી સાબિત  થઇ હતી. તમામની નજર આરબીઆઇની પોલીસી સમીક્ષા બેઠક પર નજર કેન્દ્રિત થઇ ગઇ છે. સાતમી ફેબ્રુઆરીના દિવસે પોલીસી સમીક્ષાની બેઠકમાં કેટલાક પગલા જાહેર કરવામાં આવનાર છે. વર્ષ ૨૦૧૮ની આ છઠ્ઠી દ્ધિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા બેઠક છે. અટકળો અને રિપોર્ટ દર્શાવે છે કે કેન્દ્રિય બેંક તેનુ વલણ કઠોર કરી શકે  છે. સરકારનુ ફિસ્કલ ડેફિસિટ  ટાર્ગેટ ૩.૨ ટકાથી વધારીને ૩.૫ ટકા કરી દેવામાં આવ્યુ છે. રિટેલ ફુગાવો ડિસેમ્બરમાં ૫.૨૧ ટકાની ૧૭ મહિનાની ઉંચી સપાટી પર રહ્યો હતો. 

(7:37 pm IST)