Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ટેક્ષ લાગુ કરવાનો યોગ્ય સમય છેઃ સરકાર

શેર અને મ્યુ.ફંડ પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્ષ પાછો નહિ ખેંચવા કેન્દ્ર મક્કમ

નવી દિલ્હી તા. પ : શેરો અને મ્યુ.ફંડ્સ પર લોંગ-ટર્મ કેપિટલ ગેઇન્સ (LTCG) ટેકસ પાછો ખેંચવાની માંગણી ઉગ્ર બની રહી છે, પણ સરકાર (LTCG) ટેકસ માટે આ યોગ્ય સમય હોવાની વાતને વળગી રહી છે વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ''બજારમાં ઝડપી સુધારો નોંધાયો છે અને હાલના તબકકે નાના કરેકશનથી ગભરાવું જોઇએ નહીં.''

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ બે દિવસ પહેલા જણાવ્યું કે,  ''પગલા માટે આ યોગ્ય સમય હતો'' સરકારને રોકાણકારો દ્વારા બચતનો હિસ્સો ઇકિવટીમાં રોકાતો હોવાની પણ ચિંતા હતી. કારણ કે તેના લીધે બેન્ક થાપણો અને હાઉસીંગમાં રોકાણ ઘટયું હતું. કેટલીક બેન્કોએ ભંડોળ આકર્ષવા થાપણના દરોમાં વધારો કરવો પડયો હતો. તેને લીધે ધિરાણદર વધવાની શકયતા પ્રબળ બની છે.

ઉલ્લેખનીય છે કે, બજેટના બીજા દિવસે સેન્સેકસ શુક્રવારે ૮૯૧.૯૧ પોઇન્ટ ગબડયો હતો. મિડ અને સ્મોલ-કેપ શેરોમાં ઘટાડો વધુ તીવ્ર હતો.

જો કે, સરકારનું માનવું છે કે, મોટા ભાગના રોકાણકારોને હજુ પણ ઘણો સારો નફો થઇ રહ્યો છે. નિફટી મિડ-કેપ પ૦ ઇન્ડેકસ એક વર્ષમાં હજુ ર૮.૧ર ટકા વૃધ્ધિ ર૩.૪પ ટકા વધ્યો છે. મહેસુલ સચિવ હસમુખ અઢિયાએ જણાવ્યું હતું કે, ''સેસન્સેકસ ૩૬,૦૦૦ની સપાટીએ પહોંચ્યો હોય ત્યારે પ૦૦ કે ૧,૦૦૦ પોઇન્ટના ઘટાડાથી મોટો ફરક નહી પડે.''

(10:55 am IST)