Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ભારત માટે જોખમ વધ્યું: ચીને તિબેટમાં ફાઇટર પ્લેનની સંખ્યા વધારી

ભારત સાથેની સીમા નજીક મિસાઇલો પણ ગોઠવ્યાઃ 51 ફાઇટર પ્લેન ચીને તિબેટમાં ગોઠવ્યા છે : 17ડ્રોન પણ ગોઠવવામાં આવ્યા છે

નવી દિલ્હી તા. ૫ : ચીને દોકલામમાં બાંધકામ શરૂ કર્યા બાદ હવે તિબેટમાં તેની તાકાત બતાવવાની શરૂઆત કરી દીધી છે. ચીને યુદ્ઘવિમાન અને નેવીના યુદ્ઘજહાજ ખડકી દીધા છે. તેણે સ્પષ્ટ રીતે ભારતને ઉશ્કેરવાની હરકત કરી છે. ચીનની આ હરકતનો જવાબ આપવા માટે ભારત પણ નિયમિત અભ્યાસ અને વાયુ સેનાની રક્ષણાત્મક કાર્યવાહી શરૂ કરે તેવી શકયતા છે.

તિબેટમાં માત્ર ચીનના ભૂમિદળે જ નહિ પરંતુ સેનાના વાયુદળ અને નૌકાદળે પણ હાલના દિવસોમાં પોતાની તાકાત બતાવી છે. ગત વર્ષની સરખામણીએ તિબેટમાં ચીને ફાઇટર જેટ્સની તૈનાતીમાં ૨૦ ટકાનો વધારો કર્યો છે. 'ટાઇમ્સ નાઉ'ના રિપોર્ટ મુજબ એક ઇન્ટેલિજન્સ નોટમાં કહેવામાં આવ્યું છે કે 'ગત ત્રણ અઠવાડિયામાં ફાઇટર જેટ્સની સંખ્યા ૪૭થી વધીને ૫૧ થઇ છે. ગત વર્ષની સરખામણીએ આ સંખ્યા ૧૦ જેટલી વધુ છે.'

ચીને લ્હાસા-ગોંગકામાં આઠ ફાઇટર જેટ્સ તૈનાત કર્યા છે. આ ઉપરાંત એર મિસાઇલ સિસ્ટમ્સ સહિત ૨૨ એમઆઇ-૧૭ હેલિકોપ્ટર્સ સહિત અન્ય કેટલાક હથિયારો પણ તૈનાત છે.(૨૧.૬)

(9:45 am IST)