Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

એક દેશ એક ચૂંટણીને ચૂંટણીપંચનું સમર્થન પણ બંધારણમાં કરવા પડશે મોટા સુધારા

પાંચ અનુચ્છેદોમાં સુધારાની જરૂરઃ કાર્યકાળને વધારી ઘટાડી શકાય છે

નવી દિલ્હી તા. ૫ : 'એક દેશ એક ચૂંટણી'ને લઈને જયાં દેશમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે હકીકત એવી છે કે વડાપ્રધાન મોદીએ આ સપનાને સાકાર કરવા માટે મહત્વપૂર્ણ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવા માટે બંધારણમાં ઓછામાં ઓછા પાંચ અનુચ્છેદોમાં સંશોધન કરવું પડી શકે છે.

ચૂંટણી પંચ પહેલા જ એક ચૂંટણી કરાવવાને લઈને તમારી સહમતિ દર્શાવી દીધી છે. ECએ તો ત્યાં સુધી કહી દીધું કે બંધારણમાં સંશોધન કરીને એક સાથે ચૂંટણી કરાવવા માટે વિધાનસભા કાર્યકાળાને વધારી કે ઘટાડી પણ શકાય છે. PM મોદી સિવાય રાષ્ટ્રપતિ કોવિંદે પણ એક સાથે ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓને એક સાથે આવવા માટે અપીલ કરી હતી. પણ આ બધા વચ્ચે વિરોધ પક્ષની પાર્ટીઓનું સમર્થન મેળવવા સિવાય એક સાથે ચૂંટણી માટે બંધારણ ઘણાં મોટા સંશોધન કરવા પડશે. આ સંશોધનમાં લોકભાના કાર્યકાળ સુધી કરવાવાળા અને રાજયસભા સદસ્યોનો કાર્યકાળ નિર્ધારિત કરવાવાળા અનુચ્છેદને ૮૩નું સંશોધન પણ જોડાયેલું છે.

લો મિનિસ્ટ્રીના રિપોર્ટ મુજબ, એક સાથે ચૂંટણી કરાવવા માટે અનુચ્છે ૮૩ સિવાય સંસદીય સત્રને સ્થગિત કરવા અને ખતમ કરવાવાળા અનુચ્છેદ ૮૫, વિધાનસભાના કાર્યકાળ નક્કી કરવાવાળા અનુચ્છેદ ૧૭૨ અને વિધાનસભા સત્રને સ્થગિત અને ખતમ કરવાવાળા ૧૭૨માં સંશોધન કરવાનું રહેશે. સાથે જ રાષ્ટ્રપતિ શાસન લગાવવાની જોગવાઈવાળા અનુચ્છેદ ૩૫૬માં પણ સંશોધન કરવું પડશે.

અહીં ધ્યાન આપવાની જરૂર છે કે ચૂંટણી કેલેન્ડરમાં પણ આ પ્રકારના વ્યાપક પરિવર્તન માટે બન્ને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતી હોવી જરૂરી છે. ચૂંટણી આયોગ મુજબ, એક સાથે ચૂંટણી માટે આયોગે લગભગ ૨ હજાર કરોડ રૂપિયાના ચ્સ્પ્ મશીનની જરૂર પડશે. આ મશીન બરોબર કામ કરવાનું આયુષ્ય માત્ર ૧૫ વર્ષ છે, એટલે કે આ મશીન પોતાના કાર્યકાળમાં માત્ર ત્રણ ચૂંટણી જ કરાવી શકે. આ ૧૫ વર્ષમાં તેને રિપ્લેસ કરવા ઘણાં મોંઘા પડે.

૧૯૫૧-૫૨, ૧૯૫૭, ૧૯૬૭ સુધી લોકસભા વિધાનસભા ચૂંટણી સાથે-સાથે થતી હતી. પણ ૧૯૬૭માં રાજકીય ઉથલપાથલ બાદ પરિસ્થિતિઓ બદલાઈ અને ફરી અલગ-અલગ થયું. ત્યારથી અત્યાર સુધી દર વર્ષે ઘણીં ચૂંટણીઓ આવે છે અઅને સરકારનો તર્ક છે કે માત્ર વિકાસ યોજનાઓ પર પ્રતિકૂળ ખર્ચ થાય છે પણ સંસાધનોનો ખોટો ઉપયોગ થાય છે.(૨૧.૫)

 

(9:46 am IST)