Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

હરિયાણામાં પહેલવાન પવન શર્માએ પુત્રની શોકસભામાં પુત્રીને પાઘડી પહેરાવી નવી રાહ ચીંધી

યુવતીઓ પર અનેક પ્રકારના નિયંત્રણો માટે પંકાયેલ હરિયાણામાં સમાજના અભિગમને બદલવા પહેલવાનની અનોખી પહેલ

કુરુક્ષેત્ર: હરિયાણામાં છોકરીઓ માટેના સામાજિક અભિગમને બદલાવવા માટે અનોખી પહેલ થઇ છે એક પહેલવાને પોતાના પુત્રની શોકસભામાં પુત્રીને પાઘડી પહેરાવી છોકરાની માફક ઉછેર કરાશે તેવી જાહેરાત કરીને નવી રાહ ચીંધી છે સામાન્યપણે હરિયાણા રાજ્ય યુવતીઓ પર અનેક પ્રકારના નિયંત્રણો અને શોષણ માટે દેશમાં પંકાયેલું છે મોટાભાગની છોકરીઓને જીન્સ પહેરવાની, મોબાઈલ રાખવાની પણ મનાઈ છે. ત્યારે એક પહેલવાને કરેલી પહેલની ચોતરફ રશંસા મળી રહી છે. 

કુરુક્ષેત્ર સ્થિત હરિયાણા બ્રાહ્મણ ધર્મશાળા તથા છાત્રાવાસના પ્રદેશાધ્યક્ષ પવન શર્મા પહેલવાને પોતાના પુત્રની શોકસભામાં પોતાની 16 વર્ષીય પુત્રી સમનવી શર્માને પાઘડી પહેરાવી. તમામ પરંપરાઓને તોડીને તેમને આ કામ કરી સમાજમાં છોકરીઓનો દરજ્જો ઉંચો લાવવા માટે એક પ્રયાસ કર્યો છે.

પવન શર્મા પહેલવાને ભીની આંખે 21 વર્ષીય પુત્રની શોકસભામાં ઘોષણા કરી કે તેમની દીકરી તેમનું સન્માન છે.તેમણે કહ્યું કે, ભવિષ્યમાં તેમની પુત્રી જ પુત્રની જેમ સમાજમાં તમામ પ્રકારની જવાબદારીઓ ભજવવાનું કામ કરશે.

પવન શર્માએ કહ્યું કે, ‘આજથી મારી પુત્રી જ મારો પુત્ર છે અને આજથી તેને એક છોકરાની માફક જ ઉછેરવામાં આવશે. પહેલવાન શર્માની આ નિર્ણયની સ્વાગત કરતા તમામ લોકોએ આને સમાજનો અભિગમ બદલનારો નિર્ણય ગણાવ્યો. આ પ્રસંગે હાજર રહેલા સરકારના મંત્રીઓ, છાત્રાલયના કાર્યકારીઓ અને અન્ય લોકોએ શર્માના આ પગલાંના ખૂબ વખાણ કર્યા હતા. 

(9:11 am IST)