Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

હવે ધોનીની 5 વર્ષની પુત્રી જીવા પણ જાહેરાતમાં ચમકશે

બિસ્કીટ કંપનીએ પ્રમોશન માટે શુટ કરાયેલા નવા વિજ્ઞાપનમાં જોવા મળશે.

નવી દિલ્હી,:ટીમ ઇન્ડિયાનાં પુર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પુત્રી જીવા ધોની હજુ માત્ર 5 વર્ષની જ છે, પરંતું હવે તેણે અત્યારથી જ કોમર્શિયલ જાહેરાતની શુટિંગની શરૂઆત કરી દીધી છે, જીવા હવે એક જાહેરાતમાં પાપા ધોની સાથે જોવા મળશે.

પિતા-પુત્રીની આ જોડીએ એક બિસ્કીટ કંપનીએ પ્રમોશન માટે શુટ કરાયેલા આ નવા વિજ્ઞાપનમાં જોવા મળશે. કંપનીએ ઇંન્સ્ટાગ્રામ પર એમ એસ ધોની અને જીવાની એક તસવીર શેઅર કરી છે, આ તસવીરનાં કેપ્સનમાં લખ્યું, "દેખો ખેલ કે લિયે મેદાન મેં કિસને એન્ટ્રી કિ હૈ 2021 મેં થોડી મસ્તી કે લિયે..... સાથ જુડે રહીએ"

તે સાથે જ કંપનીએ એમ એસ ધોની અને જીવાનાં ઇન્સ્ટાગ્રામ પર ટૈગ પણ કરી છે, અત્રે ઉલ્લેખનિય છે કે ગત 15મી ઓગસ્ટ 2020નાં આંતરરાષ્ટ્રિય ક્રિકેટને અલવિદા કરનારા ધોનીની કમાણીનો એક મોટો હિસ્સો વિજ્ઞાપનથી આવે છે, તે હજુ સુધી એક ડઝનથી પણ વધુ બ્રાન્ડને પ્રમોટ કરે છે, તેમણે પોતાની હાલની ડીલ જીવા સાથે સાઇન કરી છે

(1:04 am IST)