Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

રાજસ્થાનના સુરતગઢ એરબેઝ પર મિગ-21 ફાઇટર પ્લેન ક્રેશ : પાયલોટનો આબાદ બચાવ

ભારતીય વાયુસેનાએ તપાસના આદેશ આપ્યા

નવી દિલ્હી : રાજસ્થાનના શ્રીગંગાનગરના સૂરતગઢ એરબેઝ પર મિગ-21 બાઇસન ફાઇટર પ્લેન ક્રેશ થયું હોવાના અહેવાલો મળે છે સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ દુર્ઘટના મંગળવારે સાંજે બની હતી અને ટેકનિકલ ખામીણ કારણે ક્રેશ થયું હોવાનું કહેવાઈ છે આ દુર્ઘટના પહેલા પાઇલટ સુરક્ષિત રીતે બહાર નીકળી જતાં કોઇ જાનાહાની થઇ નથી. આ બનાવને પગલે ભારતીય વાયુસેનાએ તપાસના આદેશ આપ્યા છે.

નેવીનું MiG-29K ભારતીય નૌકાદળનું ટ્રેની વિમાન મિગ -29 કે 26 નવેમ્બરના રોજ ક્રેશ થયું હતું. આ વિમાનમાં બે પાઇલટ હતા. તેમાંથી એકને બચાવી લેવામાં આવ્યો હતો અને બીજા પાઇલટની શોધમાં 11 દિવસ સુધી અરબી સમુદ્રમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બાદમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

ભારતીય નૌસેનાએ અહેવાલ આપ્યો છે કે લાશ કમાન્ડર નિશાંત સિંહની છે. નૌસેનાએ કહ્યું હતું કે અધિકારીઓને 27 નવેમ્બરના રોજ MiG-29K દુર્ઘટના વિશેની માહિતી મળી હતી. આ વર્ષે MiG-29Kનું આ ત્રીજી ક્રેશ હતું. નૌકાદળનો મિગ ફેબ્રુઆરીમાં ગોવામાં નિયમિત સોર્ટી (પ્રેક્ટિસ ફ્લાઇટ) દરમિયાન ક્રેશ થયો હતો. ત્યારબાદ પાઇલટે સુરક્ષિત રીતે વિમાનની બહાર કાઢવામાં સફળ રહ્યા હતા

(10:44 pm IST)