Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

સોના-ચાંદી-રત્નોના વેપારીઓ હવે મની લોન્ડ્રીંગ એકટના દાયરામાં

નાણા મંત્રાલયે જારી કર્યુ નોટીફીકેશનઃ સમગ્ર જવેલરી ઉદ્યોગને પીએમએલએ હેઠળ લવાતા ભારે રોષઃ જો દસ્તાવેજો વગર સોનુ કે પૈસા પકડાશે તો ઇડી વિગતવાર તપાસ કરી શકશેઃ ઇડીએ પત્રો આપવાના શરૂ કર્યા : ૧૦ લાખથી વધુના જવેલરીના વ્યવહારોના યોગ્ય દસ્તાવેજો અને રેકોર્ડ રાખવા પડશેઃ જો કોઇ પકડાશે તો ૭ વર્ષ સુધીની જેલ થઇ શકશે

કોચી તા.પ : કેન્દ્ર સરકારે જવેલરી ઉદ્યોગને ફરી એક વખત સાણસામાં લીધેલ છે. એટલું જ નહીં સોનાના દાગીનાઓના વ્યવહારો પણ વધુ આકરા બનાવ્યા છે. કેન્દ્ર સરકારે સમગ્ર જવેલરી ઇન્ડસ્ટ્રીઝને પ્રીવેન્સન ઓફ મની લોન્ડરીંગ એકટ (પીએમએલએ) હેઠળ આવરી લીધેલ છે. નાણામંત્રાલયે જાહેર કરેલા આદેશ અનુસાર ર૮ ડિસેમ્બર ર૦ર૦થી જવેલરીના તમામ વ્યવહારો પીએમએલએ હેઠળ આવી ગયાછે.

નવા જાહેર કરાયેલા આદેશો અનુસાર ઇડી એવા કોઇપણ બાબતની તપાસ કરી શકશે કે જેમાં સોનુ કે નાણા યોગ્ય દસ્તાવેજો વગર જપ્ત કરવામાં આવ્યા હોય, આ બાબતે ઇડીએ જવેલરીના માલીકોને પરિપત્રો આપવાની શરૂઆત કરી છે.

જાણવા મળતી વિગત અનુસાર જો કોઇ વ્યવહાર રૂ.૧૦ લાખથી વધુ થાય તો તેના દસ્તાવેજો રાખવા પડશે. જો ઇડી માંગે તો તે બતાવવા પડશે. આ સાથે જવેલરી માલીકોએ તમામ વ્યવહારનો રેકોર્ડ સાચવવા પડશે.

જો તેઓ દસ્તાવેજો રજુ કરવામાં નિષ્ફળ જશે તો તેઓને પ્રોપર્ટી એટેચ કરવાની સાથો સાથ ૩ થી ૭ વર્ષની જેલની સજા પણ કરવામા આવશે.

હાલ જપ્ત કરવામાં આવેલ સોનુ કે નાણા વેલ્યુના ૮ર.પ ટકા સરકારનેચુકવવાના હોય છે. હવે મની લોન્ડરીંગ લાગુ થતાં તેઓએ તપાસનો પણ સામનો કરવો પડશે.

આ બાબતે જવેલરી ઉદ્યોગ ખળભળી ઉઠયો છે. સરકારે સીધી રીતે ખોટી રીતે નાણા કમાણી કરનારા તરફ નિશાન તાકયુ છે. મનીલોન્ડરીંગનો સીધો અર્થ ડર્ટી મનીને સફેદ કરવાનો છે.

કિંમતી ધાતુ અને સ્ટોન ડીલર્સે હવે એક ગ્રાહક સાથે ૧૦ લાખ કે તેથી વધુના રોકડનો વ્યવહાર રાખવો પડશે. નાણામંત્રાલયના નોટીફીકેશન અનુસાર ર૦ લાખ રૂપિયા કે તેથી વધુ ટર્નઓવર વાળી કિંમતી ધાતુ અને સ્ટોન ડીલર અને રિયલ એસ્ટેટ એજન્ટે આ રેકોર્ડ રાખવો પડશે.

(4:01 pm IST)