Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ખતરામાં છે બેંક એકાઉન્ટ

૧૦ કરોડો ભારતીય યુઝર્સના Debit-Credit કાર્ડના ડેટા થયા લીક

ભારતીય વપરાશકારોની માહિતી વહેતી થઇ : બીટકોઇનને બદલે વેચાઇ રહી હોવાના અહેવાલ

નવી દિલ્હી, તા.૫: કરોડો ભારતીય વપરાશકારોના ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડના ડેટા લીક થઇ ગયા હોવાના અહેવાલ વહેતા થયા હતા. સાઇબર સિકયોરિટીના નિષ્ણાત સંશોધક રાજશેખર રાજહરિયાએ આવો કર્યો હતો કે ઓછામાં ઓછા દસ કરોડ ભારતીય વપરાશકારોના ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડના ડેટા ડાર્ક વેબ પર વેચાઇ રહ્યા હતા.

બેંગાલુરુના ડિજિટલ પેમેન્ટ્સ ગેટવે જસ્પે દ્વારા આ ડેટા લીક થયો હોવાના અહેવાલ હતા. ડાર્ક વેબ પર વેચાઇ રહેલો ડેટા આ સંસ્થામાંથી લીક થયો હતો.

રિસર્ચર રાજશેખરના કહેવા મુજબ ડાર્ક વેબ પર ૨૦૧૭ના માર્ચથી ૨૦૨૦ના ઓગષ્ટ સુધીનો ડેટા ઉપલબ્ધ હતો. આ સમયગાળા દરમિયાન થયેલી લેવડદેવડની વિગતો ડાર્ક વેબ પર જોઇ શકાતી હતી. આ ડેટામાં અનેક વપરાશકારોના કાર્ડના પહેલા કે છેલ્લા ચાર આંકડા, કસ્ટમર આઇડી

અને કાર્ડ કયારે એકસપાયર થાય છે એ પણ જોઇ શકાતું હતું. રાજશેખરના દાવા મુજબ આ ડેટાની મદદથી કાર્ડ હોલ્ડર્સ ફિશિંગ એટેકસનો શિકાર બની શકતા હતા. રાજશેખરના કહેવા મુજબ ડાર્ક વેબ પર આ ડેટા ક્રીપ્ટોકરન્સી બીટકોઇન દ્વારા મોં માગી કિંમતે વેચાઇ રહ્યા હતા. આ ડેટા માટે હેકર્સ પણ ટેલિગ્રામ દ્વારા સંપર્ક સાધી રહ્યા હતા. આ ક્ષેત્રના જાણકાર હોય એવા લોકો કરોડો લોકોના બેંક એકાઉન્ટ સાથે ચેડાં કરીને અબજો રૂપિયાની હેરાફેરી કરી શકે છે.

અગાઉ રાજશેખરે ૨૦૨૦ના ડિેસેંબરમાં ૭૦ લાખ ભારતીયોના ડેબિટ અને ક્રેડિટ કાર્ડની વિગતો લીક થઇ હોવાના દાવા કર્યા હતા. આ ડેટામાં વપરાશકારનાં નામ, ફોન નંબર અને ઇ મેલ એડ્રેસ પણ જોઇ શકાતા હતા. ઉપરાંત ડેબિટ ક્રેડિટ કાર્ડના પહેલા ચાર અને છેલ્લા ચાર આંકડા પણ જોઇ શકાતા હતા. લીક થયેલો આ ડેટા પણ પેમેન્ટ્સ પ્લેટફોર્મ જસપે સાથે જોડાયેલો હોઇ શકે છે એવું રાજશેખર માનતા હતા.

(4:00 pm IST)