Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ચીની ખરબોપતિ જેક-મા કઇ રીતે ફસાયા? રસપ્રદ વિગતો

 નવેમ્બરમાં તેમના એંટ ગ્રૃપના ૩૭ અબજ ડોલરના આઇપીઓને સસ્પેન્ડ કરી દેવાયો.

 સતારૂઢ સામ્યવાદી પક્ષની સરકારે તેમની કંપની વિરૂધ્ધ તપાસ શરૂ કરી.

 ૨૪ ડીસેમ્બરે જેકમાં પર તપાસ પુરી ન થાય ત્યાં સુધી દેશની બહાર જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો.

* ડીસેમ્બરમાં કેટલાય કાર્યક્રમોમાં છેલ્લી ઘડીએ અતિથી અને વકતાની યાદીમાંથી તેમનું નામ હટાવી દેવાયું.

 નવેમ્બરમાં વિખ્યાત શો 'આફ્રીકન બીઝનેસ હીરોઝ'ના એ પીસોડમાંથી પણ તેમનું નામ બહાર કઢાયું.

 તેઓ પોતાના ત્રણ ટવીટર એકાઉન્ટ પરથી સતત પોસ્ટ કરતા હતા પણ છેલ્લા બે મહિનાથી એક પણ પોસ્ટ નથી મુકાઇ.

* જેક માએ ઓકટોબર ૨૦૨૦માં જીનપિંગ સરકારને આગ્રહ કર્યો હતો કે બેંકીંગ પ્રણાલીમાં વેપારમાં નવા પ્રયત્નોને દબાવવાના પ્રયાસ કરતા નિયમોમાં ફેરફાર કરો. તેમણે ચીનમાં વૈશ્વિક બેંકીંગ નિયમોને બુઝર્ગ લોકોની કલબ ગણાવ્યા હતા.

* પ્રોપર્ટી બિઝનેસમેન રેન ઝિકિયાંગે શી જીનપિંગની કોરોના મહામારી અંગે ટીકા કરી હતી. તેમણે જીનપિંગને વિદૂષક ગણાવ્યા હતા. પછી તેમને ૧૮ વર્ષની સજા ફરમાવાઇ હતી. તેના પહેલા પણ એક અન્ય અબજોપતિ શિઆન જીઆન હુઆ ૨૦૧૭ની સાલથી નજરકેદ છે.

(3:20 pm IST)