Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ગયા સપ્તાહે કુલ કેસમાંથી ૪૪% મહારાષ્ટ્ર અને કેરળમાં નોંધાયા

ભારતમાં ૭ મહિના પહેલા નોંધાયા હતા એટલા ઓછા કોરોના વાયરસના કેસ સોમવારે નોંધાયા છે

નવી દિલ્હીઃ ભારતમાં પાછલા અઠવાડિયે નોંધાયેલા ૫ કેસમાંથી ૨ કેસ કેરળ અથવા મહારાષ્ટ્રમાં નોંધાયા હતા. આ બે રાજયોના કુલ કેસ દેશના અન્ય રાજયો કરતા માત્ર વધારે નહીં પરંતુ અહીં નવા કેસમાં પણ ઉછાળો નોંધાયો છે. આ બે રાજયોના કેસ દેશના બાકી રાજયો કરતા અડધા ભાગ જેટલા છે આમ છતાં અઠવાડિયા દરમિયાન દેશમાં નોંધાયેલા કુલ કેસના આંકડામાં ઘટાડો નોંધાયો છે.

કેરળ અને મહારાષ્ટ્રમાં પાછલા અઠવાડિયે (૨૧-૨૭ ડિસેમ્બર) ૩૮% કેસમાં ઉછાળો આવ્યો હતો જે હાલમાં પૂર્ણ થયેલા અઠવાડિયા (૨૧-૨૭ ડિસેમ્બર) દરમિયાન ૪૪% ઉછાળો નોંધાયો.

સોમવારે કોરોનાના કારણે દેશમાં થતા મૃત્યુનો આંક ૨૦૦ પર અટકી ગયો હતો, જે મે ૩૦ પછીનો સૌથી નીચો આંકડો છે, આ સાથે નવા કેસમાં પણ અઠવાડિયાના પહેલા દિવસે મોટો ઘટાડો નોંધાયો હતો. સોમવારે દેશમાં ૧૬,૨૮૭ કેસ નોંધાયા હતા, જેમાં મહારાષ્ટ્રના બાકી રહી ગયેલા ૨૧૦૦ કેસ ઉમેરવામાં આવ્યા હતા. જો આ બાકી રહી ગયેલા કેસ ઉમેરવામાં ના આવે તો જૂન ૧૮ પછી નોંધાયેલા સૌથી ઓછા કેસ છે.

ભારતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો ૧,૦૩,૫૬,૮૪૫ પર પહોંચી ગયો છે, જયારે ૨,૩૧,૦૩૬ એકિટવ કેસ છે. ભારતમાં અત્યાર સુધીમાં ૯૯,૭૫,૯૫૮ દર્દીઓ સાજા થઈ ગયા છે જયારે ૧,૪૯,૮૫૦ના મોત થયા છે.

સોમવારે મહારાષ્ટ્રમાં વધુ ૧૦,૩૬૨ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, એકિટવ કેસમાં વધુ ૧૩,૦૦૦નો ઘટાડો નોંધાતા કુલ આંકડો ૨.૩ લાખની નજીક પહોંચી ગયો છે.

પાછલા અઠવાડિયે કેરળ એક માત્ર રાજય હતું જયારે કેસમાં ઉછાળો નોંધાયો હતો. અહીં અઠવાડિયા દરમિયાન ૩૫,૩૩૬ કેસ નોંધાયા હતા, જેમાં પાછલા અઠવાડિયા કરતા ૬૮૯ કેસ વધુ થયા હતા. આમ છતાં દેશમાં વધતા કુલ કેસમાં ઘટાડો નોંધાયો છે. બે રાજયોમાં કેસ વધ્યા પરંતુ તેની સામે અન્ય રાજયોમાં નોંધાયેલા ઘટાડાના કારણે દેશના આંકડામાં ઘટાડો નોંધાયો. અઠવાડિયા દરમિયાન મહારાષ્ટ્રમાં નોંધાયેલા કેસમાં ૨%નો ઘટાડો નોંધાયો છે.

(11:30 am IST)