Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

રેલ્વે વિશેષ ટ્રેનનો કરશે પ્રારંભ

કોરોના સંક્રમણમાં ઘટાડો નોંધાતા યાત્રિઓની સંખ્યા વધવાની શકયતા

નવી દિલ્હી, તા. પ : કોરોનાકાળમાં મુસાફરોની સંખ્યાને જોઇને વિવિધ ઝોન તેમના ક્ષેત્રમાં રાજયોની સાથે સમન્વય કરીને નવી ટ્રેનોની શરૂઆત કરશે. વર્તમાનમાં રેલ્વે અંદાજે એક હજાર યાત્રી ટ્રેનોનું પરિચાલન કરી રહી છે. સાથે જ તેને અનેક ઉપનગરીય અને મેટ્રો સેવાઓની શરૂઆત પણ કરવામાં આવી  છે.

કોરોનાકાળમાં વિવિધ પ્રોટોકોલના લીધે રેલ્વને રાજયોની સાથે સમન્વય કરીને જ નવી ટ્રેનોની શરુઆત કરવી પડી રહી છે. કેટલાક રૂટ પર મુસાફરોની સંખ્યા વધી રહી છે. જેના કારણે રેલ્વે કલોનટ્રેન અને નવી ટ્રેનોનું પરિચાલન પણ પણ કરે છે. નાના અંતરની ટ્રેનો માટે તેને વિવિધ ઝોનની ટ્રેનોનું પરિચાલન પણ કરે છે. સુત્રોના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થવા પર યાત્રીઓની અવર જવર વધશે.  સાથે જ નાના અંતરના યાત્રીઓની જરૂરીયાતો પણ વધી રહી છે એવા વિવિધ ઝોન ત્યાંના જરૂરીયાતો મુજબ ટ્રેનોનું પરિચાલન કરી શકશે. યાત્રી ટ્રેનોના નિયમિત સંચાલનમાં પણ હજુ સમય લાગશે કારણ કે કોરોના પ્રોટોકોલ હજુ ઘણા સમય સુધી રહેશે.

(11:19 am IST)