Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

કાતિલ ઠંડી વચ્ચે રાત્રે યોગી કામની સમીક્ષા માટે પહોંચ્યા

વારાણસીમાં એકાએક કામોની સમીક્ષા કરી : સ્વચ્છ ભારત અભિયાન, ગંગા સફાઇ સહિતના વિવિધ વિકાસ કામોનુ નિરીક્ષણ : અધિકારીઓને જરૂરી સુચના

વારાણસી,તા. ૫ : ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મોડી રાત્રે એકાએક વારાણસીમાં જુદા જુદા વિકાસ કામોની સમીક્ષા કરી હતી.  યોદી અલગ અલગ અંદાજમાં દેખાયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ યોગી કાતિલ ઠંડીની સ્થિતી હોવા છતાં મોડી રાત્રે જુદા જુદા કામો પર નજર રાખવા માટે પહોંચી ગયા હતા. યોગીની સક્રિયતાના કારણે તમામ સંબંધિત અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. યોગી બે દિવસના પ્રવાસમાં વારાણસી પહોંચી ગયા છે. ગઇકાલે સાંજે વારાણસી પહોંચી ગયા બાદ બેઠકોનો દોર શરૂ થયો હતો. સ્વચ્છ ભારત અભિયાન, ગંગા સફાઇ સહિતના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત યોગી આદિત્યનાથે જુદા જુદા જુદા આદેશ પણ સંબંધિત અધિકારીઓને આપ્યા હતા. યોગી આદિત્યનાથ દીનાપુર સ્થિત સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરીની સમીક્ષા કરવા માટે પણ પહોંચી ગયા હતા. દિવસ દરમિયાન બેઠકોનો દોર ચાલ્યો હતો. સ્વચ્છ  ભારત અભિયાનને લઇને યોગી  ખુબ સાવધાન દેખાઇ રહ્યા છે. વિકાસ કામગીરીની સમીક્ષા કરાઇ છે.

(12:31 pm IST)