Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

યુપીના કળિયુગી પુત્રનું પરાક્રમ

૨૦ દિવસ સુધી ખાવા-પીવાનું ન મળતા માતાનું મોત

લખનૌ,તા. ૪: માતા પેટે પાટા બાંધીને પણ પુત્રનો ઉછેર કરતી હોય છે, પણ જયારે એ પુત્ર મોટો થઈ જાય છે ત્યારે માતાને એકલો છોડી દેતો હોય છે. આવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂકયા છે. પણ ઉત્ત્।ર પ્રદેશના પીલીભીતથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કપાતર પુત્ર પોતાની માતાને રૂમમાં બંધ કરીને નોકરી પર જતો રહ્યો હતો. અને ૨૦ દિવસ સુધી માતા ભૂખ્યા તરસ્યા રહીને રૂમમાં પડી રહ્યા હતા. જો કે, સ્થાનિકોએ આ મામલે પોલીસને જાણ કરતાં પોલીસે તેઓને હોસ્પિટલ ખસેડ્યા હતા. પણ સારવાર દરમિયાન માતાનું મોત નિપજયું હતું. આ કિસ્સો સામે આવ્યા બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી અને કળિયુગી પુત્ર સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

ઉત્ત્।ર પ્રદેશના પીલીભીત જિલ્લાના બીસલપુર પોલીસ સ્ટેશન હેઠળ આવતાં રામલીલા મેદાન નજીક આવેલાં આવાસમાં લીલા દેવી છેલ્લા એક વર્ષથી પોતાના પુત્ર સાથે રહી રહી હતી. જો કે, ૨૦ દિવસ પહેલાં પુત્ર માતાન ઘરમાં બંધ કરીને કામ પર ચાલ્યો ગયો હતો અને પરત જ આવ્યો ન હતો. ભૂખ અને તરસને કારણે માતાની હાલત સતત બગડતી જઈ રહી હતી. તે ખાવા અને પીવા માટે બારીમાંથી પાડોશીઓને મદદની પોકાર લગાવતી હતી. પાડોશીઓ બારીમાંથી વૃદ્ઘ માતાને ખાવા અને પીવાનું આપતા રહ્યા હતા.

જો કે, ઘરમાં બંધક માતાને પૂરતા પ્રમાણમાં ખાવા અને પીવાનું ન મળતા ભૂખ અને તરસને કારણે તેમની હાલત ખુબ જ બગડી ગઈ હતી. અને ગુરુવારે જયારે વૃદ્ઘ માતા બારીમાં જોવા ન મળ્યા ત્યારે પાડોશીઓએ બારીની અંદર જોયું તો માતા પથારી પર બેભાન પડ્યા હતા. જે બાદ જાગેલાં પાડોશીઓએ પોલીસને ફોન કર્યો હતો. પોલીસે તાત્કાલિક દ્યટનાસ્થળે પહોંચીને વૃદ્ઘ માતાને હોસ્પિટલ લઈ ગયા હતા. પણ શુક્રવારે સારવાર દરમિયાન વૃદ્ઘ માતાએ દમ તોડી દીધો હતો. આ મામલે જાણકારી આપતાં પોલીસ અધિકારી પ્રશાંત સિંહે જણાવ્યું હતું કે, વૃદ્ઘ મહિલા ઘરમાં બંધ હોવાની સૂચના સ્થાનિક લોકોએ પોલીસને આપી હતી. જે બાજ વૃદ્ઘ મહિલાને રૂમમાંથી નીકાળી સારવાર માટે જિલ્લા હોસ્પિટલ ભરતી કરવામાં આવ્યા હતા, જયાં મહિલાનું મોત નિપજયું હતું. 

(9:57 am IST)