Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

કેટરિના-વિકી કૌશલના લગ્નમાં મહેમાનોએ એગ્રિમેનટ સાઈન કરવું પડશે

બોલિવૂડના ચર્ચાસ્પદ લગ્ન રાજસ્થાનના રિસોર્ટમાં થશે :લગ્નના વીડિયો, ફોટા કે કોઈ વાત શેર નહીં કરી શકાય

મુંબઈ, તા.૩ : બોલીવૂડના સ્ટાર કપલ કેટરિના કેફ અને વિકી કૌશલના લગ્ન રાજસ્થાનના એક રિસોર્ટમાં થશે.લગ્ન અને બીજા કાર્યક્રમો  ૭ થી નવ ડિસેમ્બર સુધી ચાલવાના છે. લગ્નના ફોટોગ્રાફ અને વિડિયો રાઈટસ માટે આ કપલે કરોડો રુપિયામાં એક મેગેઝિન સાથે કરાર કર્યો હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે ત્યારે લગ્નમાં સામેલ મહેમાનો પર પણ જાત જાતના નિયંત્રણો લાગુ થવાના છે.

મીડિયા રિપોર્ટસ પ્રમાણે મહેમાનોને લગ્નનુ આમંત્રણ આપતી વખતે જ તમામ પ્રકારની શરતો સમજાવી દેવામાં આવી છે.જેનુ પાલન મેરેજમાં આવનાર દરેક વ્યક્તિએ કરવુ પડશે.સૌથી પહેલા તો મહેમાનોએ એક એગ્રીમેન્ટ સાઈન કરવુ પડશે.જેના ભાગરુપે મહેમાનો લગ્નના વિડિયો, ફોટા કે કોઈ પણ વાત બહાર શેર નહીં કરી શકે. આમંત્રિતોને લગ્નના સ્થળે મોબાઈલ સાથે એન્ટ્રી નહીં મળે.જરુરી કોલ માટે કી પેઈડ વાળા ફોન આપવામાં આવી શકે છે.મહેમાનો લગ્નના ફોટોગ્રાફ નહીં ખેંચી શકે.ઈવેન્ટ કંપની દ્વારા જ ફોટો ખેંચવા માટે ડ્રોન ઓપરેટ કરાશે. ફોટોગ્રાફ તો ઠીક છે પણ મેરેજનુ લોકેશન શેર કરવા પર પણ રોક લગાવાઈ છે.આમ મહેમાનો બીજા લોકોને એવુ પણ નહીં જણાવી શકે કે અમે કેટરિના અને વીકી કૌશલના લગ્ન એટેન્ડ કરી રહ્યા છે.

(12:00 am IST)