Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

નરસિમ્હા રાવે એ સમયે ઇન્દ્રકુમાર ગુજરાલની સલાહ માની લીધી હોત તો શીખ રમખાણો ટાળી શક્યા હોત !

ગુજરાલની 100મી જયંતી પર આયોજિત કાર્યક્રમમાં પૂર્વ પીએમ મનમોહનસિંહનું મોટું નિવેદન

નવી દિલ્હી : પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે 1984ના સિખ રમખાણ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો તે સમયે ગૃહમંત્રી નરસિમ્હા રાવે ઇન્દ્રકુમાર ગુજરાલની સલાહ માની હોત, તો 1984ના સિખ રમખાણને ટાળી શકાયું હોત.  મનમોહનસિંહે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દ્ર કુમાર ગુજરાલની 100મી જયંતી પર આયોજિત કાર્યક્રમમાં આ વાત કહી હતી

  પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે કહ્યું કે ઇન્દ્ર કુમાર ગુજરાલે 1984ના સિખ રમખાણોને રોકવા માટે સેનાને તૈનાત કરવાની સલાહ આપી હતી, પરંતુ તત્કાલીન ગૃહમંત્રી નરસિમ્હા રાવે તેમને સલાહને ધ્યાનને ન લીધી હતી. ગુજરાલે સિખ રમખાણ ભડકવાની રાત્રે ગૃહમંત્રી નરસિમ્હા રાવ સાથે મુલાકાત પણ કરી હતી.

  દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં સંબોધિન કરતા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે કહ્યું કે, ઇન્દ્ર કુમાર ગુજરાલ સિખ રમખાણ પહેલાના માહોલને લઇને ખુબ જ ચિંતિત હતા અને રાત્રે તત્કાલિન ગૃહમંત્રી નરસિમ્હા રાવ પાસે ગયા હતા. ગુજરાલે નરસિમ્હા રાવને સલાહ આપી હતી કે પરિસ્થિતિ ખુબ જ ગંભીર છે. જેને લઇને સરકાર બની શકે એટલું જલ્દીથી સેનાને બોલાવી લેવી જોઇએ અને તૈનાત કરવી જોઇએ. જો ગુજરાલની સલાહને નરસિમ્હા રાવે માની લીધી હોત, તો 1984ના સિખ રમખાણ ટળી શક્યા હોત.

(1:05 am IST)