Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

પી.ચિદમ્બરમને જમીન મળતા તિહાડ જેલમાંથી બહાર : સમર્થકોએ કર્યું સ્વાગત : સંસદની કાર્યવાહીમાં લેશે ભાગ

પત્રકારોએ તેમને પ્રશ્નો પૂછ્યા ત્યારે તેમણે કહ્યું કે હું આવતી કાલે વાત કરીશ

નવી દિલ્હી : પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમને તિહાર જેલમાંથી મુકત કરાયા છે  આઈએનએક્સ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમને જામીન આપ્યા છે. જેલની બહાર આવ્યા બાદ સમર્થકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું અને સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે પત્રકારોએ તેમને પ્રશ્નો પૂછ્યા ત્યારે તેમણે કહ્યું કે હું આવતી કાલે વાત કરીશ

  કાર્તિ ચિદમ્બરમ પિતાને લેવા તિહાડ જેલમાં ગયા હતા. જેલની બહાર કોંગ્રેસ પાર્ટીના સમર્થકોનો મેળો જામ્યો હતો. આ પહેલા જેલની બહાર પત્રકારો સાથે વાત કરતા કાર્તિએ કહ્યું હતું કે મને આનંદ છે કે મારા પિતા આખરે ઘરે આવી રહ્યા છે.

   પી.ચિદમ્બરમના પુત્ર કાર્તિએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ ગુરુવારે સવારે 11 વાગ્યે સંસદમાં આવશે. પી.ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તેઓ મંજૂરી વિના મુસાફરી કરી શકશે નહીં અને જ્યારે જરૂર પડે ત્યારે પૂછપરછ માટે આવવું પડશે. આ સાથે કોર્ટે મીડિયામાં તેમના વતી કોઈપણ પ્રકારનું નિવેદન આપવાનું પણ બંધ કરી દીધું છે.

(12:59 am IST)